જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે આંખના ઓપરેશન અને તપાસ-સારવાર મળી રહેશે
આરોગ્ય, શિક્ષણ તેમજ સમાજ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કાલાવડ તાલુકાના સુપુત્ર તેમજ નામાંકિત આંખના સર્જન ડો. અનુરથ સાવલિયાએ, રાજકોટ ખાતે આંખની સંપૂર્ણ સારવાર અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ “સાવલિયા હોસ્પિટલ લેસર સેન્ટરનો બાલાજી હોલ, રાજકોટ ખાતે નવપ્રારંભ કર્યો છે, જેનાથી જરૂરિયાત મંદ લોકોને રાહતદરે આંખની તપાસ અને ઓપરેશન માટેની સગવડ હવેથી ૨૪ કલાક રાજકોટના આંગણે મળી રહેશે. ડો. સાવલિયાના મત મુજબ, સાવલિયા હોસ્પિટલ લેસર સેન્ટરનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિને પરવડે તેવી તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત આંખની સંપૂર્ણ સારવાર પુરી પાડવાનો છે. હાલની આ વધતી જતી કોવીડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને, કોઈ પણ ઉદ્ધાટનના આયોજન વગર તેમજ જરૂરિયાત મંદ લોકોને રાહતદરે નિદાન તથા ઓપરેશનના સેવાકાર્ય દ્વારા તેઓ પોતાની ખુશી લોકો સાથે વહેંચવા માંગે છે.
સાવલિયા હોસ્પિટલ હંમેશા દરેક પ્રસંગની ઉજવણી એકદમ નવીનતમ રીતે અને લોકહિતને ધ્યાનમાં રાખીને કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. પછી એ કોવિડ-૧૯ અવેરનેસ પ્રોગ્રામ હોઈ. ડોક્ટર્સ ડે સેલિબ્રેશન હોઈ. ૧૫ વર્ષની સફળતાની ખુશી હોઈ કે પછી જન્મદિવસની ઉજવણી હોઈ. હંમેશા સાવલિયા હોસ્પિટલે દરેક અવસરને કોઈને કોઈ સેવાભાવી કાર્ય દ્વારા હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવ્યો છે. અને હવે સાવલિયા હોસ્પિટલ અને લેસર સેન્ટર, અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને આંખને લગતી તમામ પ્રકારની સારવારને આવરી લેતું એક સર્વોત્તમ હોસ્પિટલ, રાજકોટના લોકો માટે આશીર્વાદ સમાન છે. આંખોને લગતી કોઈપણ અગવડતા તેમજ માર્ગદર્શન માટે સાવલિયા હોસ્પિટલ અને લેસર સેન્ટરની અચૂક મુલાકાત લો.
ડો.સાવલિયાના ૧૫ વર્ષના તબીબી કાર્યકાળ દરમિયાન, તેમના દ્વારા દર વર્ષે અનેક ફ્રી આઈ ચેકઅપ કેમ્પ, નેત્રમણી આરોગ્ય કેમ્પ, નેત્રદાન, બ્લડ ડોનેશન કેમ્પ, અવેરનેસ કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન, શિક્ષા અભિયાન, સમૂહ લગ્નોત્સવ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ મદદ, સમાજના તેજસ્વી તારલાઓનું સમ્માન, રમતને પ્રોત્સાહન જેવી વિવિધ જનજાગૃતિ અને સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. savaliaeyehospital.com સાઈટ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ આ પ્રવૃતિઓની નિયમિત માહિતી અને તેનો લાભ તેમજ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકો છે.
સાવલિયા હોસ્પિટલ અને લેસર સેન્ટરની ખાસીયતો
– અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા આંખના નંબર ઉતારવા માટેની લેસર સારવાર
– મોતિયાના ઓપરેશન માટે, ફેંકો મશીન દ્વારા અસરકારક અને પીડારહિત ઓપરેશન
– વિશ્વના શ્રેષ્ઠ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ દ્વારા આંખના વિવિધ ઓપરેશન
– દરેક પ્રકારના ફોલ્ટેબલ નેત્રમણી આરોપણની સુવિધા જેમકે મલ્ટિફોકલ, મોનોફોકલ, ટોરીક વગેરે
– યાગ લેસર દ્વારા છારી ઉતારવાની સુવિધા