ઈન આંખો કી મસ્તી કે… મસ્તાને હજારો હે !!
ખુબસુરત અને ‘સિમ્પલ ફેશનેબલ’રેખા જેવું બનવું આજની યુવા એકટ્રેસ માટે સમણા સમાન
ઈન આંખો કી મસ્તી કે… મસ્તાને હજારો હે… ગીતથી ધુમ મચાવનાર બોલીવુડની ખુબસુરત એકટ્રેસ રેખાનો આજે ૬૬મો જન્મદિવસ છે. વધતી જતી ઉંમરની સાથે તેની ખુબસુરતી પણ વધતી હોય તેમ આજે પણ તે આકર્ષક દેખાવ અને બોલીવુડની સુંદરીઓમાં સામેલ છે. એટલું જ નહિ રેખા ખુબસુરતીનાં મામલે આજની યંગ એકટ્રેસને પણ ટકકર આપવા સક્ષમ છે.
૬૫ વર્ષની મુસાફરી દરમિયાન તેણે બોલિવુડમાં અનેક હીટ ફિલ્મ કરી છે. આ સાથે તેણે પોતાની મુસાફરીમાં અનેક ઉતાર ચઢાવ પણ જોયા છે. ૧૧ વર્ષની ઉંમરે બાળ કલાકારની ભૂમિકા ભજવી રેખાએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ ‘અંજાના સફર’થી તેણે ફિલ્મ કારકીર્દીની શરૂઆત કરી હતી.
એકિટંગનાં મામલે રેખાએ ઘણી હીરોઈનોને પાછળ રાખી દીધી છે. રેખશ જેવું થવું આજની યુવા હીરોઈનો માટે માત્ર એક સપના સમાન જ છે. રેખાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુ કે, તેઓ માટે એકિટંગ સરળ નહતી પરંતુ આકરી મહેનત અને આત્મવિશ્ર્વાસે તેને આ સ્ટેજે પહોચાડી છે. ફિલ્મી સફર દરમિયાન તેણે ઘણી અડચણોનો પણ સામનો કરેલો. તેને શરૂઆતમાં મેકઅપ, ભારે કપડા, અને ઘરેણા પહેરવામાં પણ મુશ્કેલી થતી હતી. હિન્દી બોલવામાં પણ અચકાતી હતી અનેક પડકારોનો સામનો કરી રેખાએ બોલિવુડમાં પોતાની આગવી ઉભી કરી છે.
જન્મ દિવસ નિમિતે રેખાને તેના ચાહક વર્ગો ટવીટર, ઈન્સ્ટ્રાગ્રામ, ફેસબુક પર પોસ્ટ કરી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અને તેમની ખૂબ સુરતીની પ્રસંશા કરી રહ્યા છે. રેખાના પ્રતિભાશાળી સ્વભાવને કારણે તેનો બહોળો ચાહકવર્ગ છે. રેખા જયા જયાં જાય ત્યાં ત્યાં તે પોતાના પહેરવેશ અને આગવા દેખાવથી અનોખી છાપ ઉભી કરે છે. જે આજે પણ યથાવત છે. તે પોતાની ફેશનના કારણે પણ ઘણીવખત ચર્ચામાં રહે છે. સ્ટાઈલ અને કમ્ફર્ટ વચ્ચે તે હંમેશા બેલેન્સ જાળવતી નજરે ચડે છે રેખાના પહેરવેશનો મુખ્ય ભાગ સાડી છે.
તે ઓન કે ઓફસ્ક્રીન દરમિયાન ઘણીવાર સાડીમાં જ નજરે આવે છે. જે તેમના ચાહક વર્ગમાં અનોખું આકર્ષણ ઉભુ કરે છે.
જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૪માં રેખા ‘સુપરનાની’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ છેલ્લે ૨૦૧૮ની ફિલ્મ ‘યમલા પગલા દિવાના ફિરસે’માં જોવા મળી હતી.