બપોર સુધીમાં ૩૩ પોઝિટિવ કેસો નોંધાયા: સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ૧૪૮૨ બેડ ખાલી: ૭૦ વિસ્તારોમાં માઈક્રો કનટેઈનમેન્ટ ઝોન

રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયા બાદ છેલ્લા ૭ મહિનાથી કાળમુખા કોરોનાએ શહેરમાં અજગરી ભરડો લીધો છે. દરમિયાન રાજકોટવાસીઓ માટે હવે રાહતના સમાચાર આવી રહ્યાં છે. છેલ્લા ૩ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે બપોર સુધીમાં કોરોનાના ૩૭ કેસ નોંધાયા હતા અને દિવસ દરમિયાન ૮૮ કેસો નોંધાયા હતા. દરમિયાન આજે બપોર સુધીમાં કોરોનાના ૩૩ કેસ જ નોંધાયા છે. શહેરની સરકારી અને અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં ૧૪૮૨ બેડ ખાલી છે. મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૩૩ પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૪૦એ પહોંચી જવા પામી છે. જે પૈકી ૫૮૮૭ લોકો કોરોનાને હરાવામાં સફળ રહ્યાં છે. આજે સુધીનો રિકવરી રેટ ૮૫ ટકા છે. આજ સુધીમાં કુલ ૨૬૩૧૮૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ ૨.૬૬ ટકા જેવો છે. છેલ્લા ત્રણેક દિવસથી શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડ અને નોનકોવિડથી ૧૦ વ્યક્તિનું મૃત્યુ થયાનું જાહેર થયું છે. સરકાર અને ખાનગી હોસ્પિટલમાં ૧૪૮૨ બેડ હાલ ખાલી છે. ગઈકાલે ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી, ભાવનગર રોહ પર મયુરનગર, ચુનારાવાડ, કાલાવડ રોડ પર સદગુરુ ટાવર અને જ્યોતિનગર, અમીન માર્ગ પર ગોવિર્ધન સોસાયટી, મવડી રોડ પર શ્રદ્ધાનગર સોસાયટી, ગોંડલ રોડ પર શિવનગર, ભક્તિનગર સર્કલ નજીક પૂજારા પ્લોટ અને હરીધવા મેઈન રોડ પર અયોધ્યા સોસાયટીને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજની તારીખે શહેરમાં કુલ ૭૦ વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.