યુવક, પરિવારજનોએ હેરાનગતિ અંગે વીડિયો કર્યો વાઈરલ

પોલીસના ત્રાસથી કંટાળી ચુડાના યુવકે આપી ચીમકી

પોલીસની ખોટી કનડગત બંધ નહીં થાય તો આત્મવિલોપન કરી લેવાની વઢવાણના યુવકે ચીમકી આપતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખંડણીખોરો, વ્યાજખોરો, ભૂમાફિયાએ અને દારૂ વેચાણ અને જુગારધામ જિલ્લામાં બેફામ રીતે ચાલી રહ્યાં છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી ઉપર હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની જનતા દ્વારા અનેક પ્રકારના સવાલો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે વહેલી સવારે વઢવાણના રહેવાસી યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વીડિયો બનાવીને યુવક અને યુવતીના પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.

વઢવાણમાં રહેતા યુવક દ્વારા પોલીસ સ્ટાફ ઉપર અનેક પ્રકારના આ વીડિયોમાં આક્ષેપો કરવામાં આવ્યા છે. રહેતા યુવક અને તેના પરિવારજનો દ્વારા પોલીસ અવાર નવાર ખોટી રીતે પોલીસ મથકે લઇ જઇ અને  જાહેરમાં માર મારતી હોવાનો આક્ષેપ આ યુવકે વાયરલ કરેલ વીડિયોમાં કર્યો છે. બીજી તરફ યુવકના પરિવારજનો દ્વારા પણ યુવકને ખોટી રીતે પોલીસ હેરાન કરતી હોવાનું આ વીડિયોમાં જણાવ્યું છે.

વાયરલ વિડીયોમાં યુવકે જણાવ્યું છે કે હું કોઈપણ બે નંબરના ધંધો નથી કરતો તે છતાં પણ પોલીસ મને વારંવાર રીતે હેરાન કરે છે મારે છે અને અવાર-નવાર પોલીસ મથકે લઇ જઇને પોલીસ પૈસાનો તોડ કરતો હોવાનો પરિવારજનોએ આીેપ કર્યો છે. જો આગામી સમયમાં પોલીસ હેરાન કરશે તો પોતે આત્મવિલોપન કરી લેશે તેવું પણ આ વીડિયોમાં યુવક અને તેના પરિવારજનો દ્વારા જણાવાયું છે.

તપાસ બાદ સત્ય બહાર આવશે :પોલીસ

જે આ વીડિયો વાઇરલ થવા પામ્યો છે જેને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતની તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે. આ યુવક અને તેના પરિવારજનો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કેટલા અંશે સાચા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસ બાદ જ સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.