જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન, દેહદાન, ચક્ષુદાન કરવાના સંકલ્પને સાર્થક કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં ૪૩૧ અંગદાન, ૫૮૬ ચક્ષુદાન અને ૨૭૫ લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે માતાના અવસાન વખતે ચક્ષુદાન માટે થયેલી તકલીફ બાદ ટ્રસ્ટ ઉભુ કર્યું છે અને અત્યાર સુધીમાં ૧૦૦ ચક્ષુદાન કરાવવામાં આવ્યા છે. રાજકોટ આકાશવાણીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નિવૃત થયેલા અધિકારી ઉમેશ મહેતાની માતાના અવસાન બાદ ચક્ષુદાનનો સંકલ્પ પુરો કરવા થયેલી મુશ્કેલી બાદ અન્ય લોકોને આવી તકલીફ ન પડે તેમજ આ પ્રવૃતિને વેગ મળે તેવા હેતુથી પ્રથમ નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ અને ત્યારબાદ જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી તેના નેજા હેઠળ અત્યાર સુધીમાં ૧૦૦ ચક્ષુદાન અને ૧૧ દેહદાન થયાનું તેમણે જણાવ્યું હતું.
દેહદાન, ચક્ષુદાન કરાવવા માંગતા હોય તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે ઉમેશભાઈ એ ચક્ષુદાન – દેહદાન માટે જાગૃતિ અભિયાન પ્રમ ઉનેવાળ બ્રહ્મસમાજ માં ૨૦૧૪ થી શરૂ કર્યું અને તેમાં અત્યાર સુધીમાં ૨૮ ચક્ષુદાન અને ૫ દેહદાન યેલ છે. પરંતુ આ સંસ્થા જ્ઞાતિ પૂરતી મર્યાદિત હોય સમસ્ત સમાજ માટે ૨૦૧૬માં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની સપના કરી અને તેમાં અનેક વિવિધ સેવાકીય કાર્ય શરૂ કર્યા જેમાં સૌથી વધુ અંગદાન-ચક્ષુદાન- દેહદાન જાગૃતિ અંગે કાર્યક્રમો શરૂ કર્યા. આ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા ૨૦૧૭ની સાલ માં લોકમેળામાં અભિયાન અમલીકરણ સમિતિ બનાવી પાંચ દિવસ સુધી રેસકોર્સ મેળામાં ચાલતા લોકમેળામાં પેમ્પલેટ આપી અંગદાનચક્ષુદાન- દેહદાન ના સંકલ્પ પત્રો ભરાવાનું શરૂ કર્યું એ વખતેજ લોકમેળામાં ૧૯૨ સંકલ્પ પત્રો ભરાયા, બીજા વર્ષે ૨૦૧૮ માં ૨૨૨ અને ગત વર્ષે ૨૦૧૯ ની સાલ માં ૨૧૬ સંકલ્પ પત્રો ભરાયા. ત્રણેય વર્ષે લોકમેળામાં સવારે ૧૦ થી રાત્રે ૧૧ સુધી સેવાભાવી કાર્યકર્તાઓ આ પ્રવૃત્તિને ઉત્તેજન આપી સફળ બનાવેલ. આ પ્રવૃત્તિ વધુ વેગવંતી બનાવવા નિર્મલા રોડ ઉપર આવેલ ફાયર સ્ટેશને અંદર અને બહાર દીવાલ પર સ્ટીકર લગાવ્યા અને ફોટા પાડી સોશિયલ મીડિયા માં વાયરલ કરતા, ફાયર સ્ટેશન ના રેફરન્સી માત્ર પાંચમા દિવસે ચક્ષુદાન થયું. આ સારો પ્રતિસાદ જોતા ઉમેશભાઈ એ શહેરના બાકીના છ ફાયર સ્ટેશનમાં પણ સ્ટીકરો લગાવ્યા. ઉપરાંત સબવાહીની માં પણ અંદર-બહાર સ્ટિકર લગાવ્યા અત્યાર સુધીમાં ફાયર સ્ટેશનના રેફરન્સી જ ૨૪ થી વધુ ચક્ષુદાન જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા થયેલ છે.
કોઈ પણ ચક્ષુદાન જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા થાય તેમનું બેસણું બીજા કે ત્રીજા દિવસે હોય ત્યાં શોક સંદેશો તૈયાર કરીને તા ચક્ષુદાન સર્ટીફીકેટ લેમીનેશન કરી ફાઈલ તૈયાર કરીને આપવા જવાનું તા ત્યાં પરિચય કરીને ચક્ષુદાતાને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે ચક્ષુદાન – દેહદાન અંગે થોડી વાત કરી, પાંચ ગાયત્રીમંત્ર તા પાંચ મૃત્યુંજય મહામંત્ર દરેક ને બોલાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ સાંજે ૫ થી ૭ અંગદાન- ચક્ષુદાન- દેહદાન નો પ્રચાર પ્રસાર કરવાનું, બોર્ડ તથા બેનરો લઇને ઉભા રહેવાનું અને ત્યાંથી પસાર થતા નાગરિકોને અહેવાલ અને માહિતીસભર પેમ્પલેટ વિતરણ કરવાનું શરૂ કરેલ છે. સર્વ પ્રમ રાજકોટમાં આવેલ દરેક સાત ફાયર સ્ટેશને દર મંગળવારે સાંજે ૫ થી ૭ તા શ્રાવણ મહિનામાં દર સોમવારે શંકર ભગવાનના મંદિરે પ્રચાર-પ્રસાર કરેલ, ત્યારબાદ મંગળવારે માતાજીના મંદિરે પ્રચાર-પ્રસાર કરેલ હાલ છેલ્લો પંદરમો સાપ્તાહિક કાર્યક્રમ બાલાજી મંદિરે શનિવારે સાંજે ૫ થી ૭ ઊભા રહી પ્રચાર-પ્રસાર કર્યા હતા તેવું ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.