આજે ૮ ઓકટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ ગૌરવ સાથે આકાશને આંબતી ભારતીય વાયુસેના દુનિયામાં અજોડ છે અદમ્ય સાહસ અને શોર્યનો પરિચય કરાવતી વાયુસેનાનો આજે ૮૮મો જન્મદિવસ છે. ૧૯૩૨માં ૮ ઓકટોબરનાં રોજ ‘રોયલ ભારતીય વાયુસેના’ એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આકી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી ‘રોયલ ભારતીય વાયુ સેના’ નામ બદલીને ‘ભારતીય વાયુસેના’ નવુ નામ અપાયું.
આઝાદી બાદ પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધો અને ચીન સાથેના યુધ્ધમાં વાયુસેનાએ પોતાનું અદમ્ય પરાક્રમ પાથર્યો હતુ ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.
આજદિન સુધી ભારતીય વાયુ સેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે. ૨૧૦૦થી વધુ શકિતશાળી એરક્રાફટ સાથે દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.
‘ભારતીય વાયુસેના’ ભારતની અન્ય સેના ઈન્ડીયન આર્મી અને નેવીને પણ અનેક રીતે મદદ પહોચાડયાની સાથે એયરલિફટ જેવા અનેક ઓપરેશન માટે હંમેશા તૈયાર રહે છે. ભારતની અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થા ઈસરો સાથે મળીને ભારતીય વાયુસેના દેશની સુરક્ષા માટે હંમેશા સજાગ રહે છે. ઉપરાંત કુદરતી આફતના સમયે નાગરિકોને બચાવવા માટે વાયુસેના હંમેશા તત્પર રહે છે.
ભારતભરમાં વાયુસેનાના ૬૦ એરબેઝ કાર્યરત
– ૮ ઓકટોબર ૧૯૩૨માં વાયુસેનાની સ્થાપના થઈ, તેની પ્રથમ ટુકડીની રચના ૧ એપ્રિલ ૧૯૩૩ના રોજ કરવામાં આવી હતી. જેમાં ૬ આરએએફ ટ્રેન્ડ અધિકારીઓ અને ૧૯ એરમેન હતા.
– ભારતીય વાયુસેનાનું સૂત્ર છે નભ: સ્પૃશ દીપ્તમ્ જે ભગવદ ગીતાનાં ૧૧માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને તેમને મહારૂપ દેખાડી રહ્યા હતા ત્યારે તેનો ઉલ્લેખ થયો હતો.
– વાયુસેનામાં આશરે ૧,૭૦,૦૦૦ જવાનો સક્રિય પણે કાર્યરત છે.
– અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે.
– ૨૨ હજાર ફિટ પર સિયાચિનમાં હાજર એરબેઝ દૂનિયાનું સૌથી ઉંચુ એરબેઝ છે.
– આખા ભારતમાં વાયુસેનાના ૬૦ એરબેઝ છે વેસ્ટર્ન એર કમાંડમાં સૌથી વધુ ૧૬ એરબેઝ છે.
આકાશનો અજેય યોધ્ધા ‘રાફેલ’ દૂશ્મન દેશ પર પડશે ભારે
૧૯૩૨ના ૮ ઓકટોબરના ઈન્ડિયન એરફોર્સની સ્થાપના કરાઈ હતી આજે ભારતીય વાયુ સેનાનો ૮૮મો સ્થાપના દિવસક ઉજવાયો ૨૦૨૦નું વર્ષ ભારતીય હવાઈ દળ માટે ખૂબજ સારૂ નિવડયું છે. ભારત સરકારે ચાર વષૅ અગાઉ ફ્રાન્સ સાથે ૩૬ રાફેલ વિમાનોને ૫૯,૦૦૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો પહેલા પાંચ રાફેલ વિમાનોનું જુલાઈ માસની ૨૯ તારીખે ભારતમાં આગમન થઈ ચૂકયું છે. જયારે વધુ પાંચ વિમાનની ટુકડી નવેમ્બરમાં આગમન કરે તેવી આશા છે. સુખોઈ જેટ વિમાન રશિયા પાસેથી ખરીધા ત્યારબાદ ૨૩ વર્ષે તેનાથી વધારે ક્ષમતાવાન એવા ફાઈટર જેટની આયાત કરવામા આવી તાજેતરમાં ચીન અને ભારતની સરહદ ઉપર તંગદિલી સર્જાય છે. ત્યારે ભારતીય આર્મીને આ પ્રકારનાં ક્ષમતાવાન એરફાયટરો ખૂબજ ઉપયોગી સાબિત થશે. રાફેલ જેટ ઘણાં જ શસ્ત્રોથી સજજ થઈ શકવાની ક્ષમતા ધરાવે છે.
તે પરમાણુ હથીયાર લઈને દુશ્મન દેશ પર વરસાવવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ દેખાવે ભલે સાવ સામાન્ય હોય પરંતુ ક્ષમતાઓમાં કદાવર છે. ૩૬ રાફેલમાંથી ૩૦ જેટ વિમાનો ફાઈટર હશે જયારે બીજા ૬ વિમાન માત્ર ટ્રેનિંગ માટેના હશે એરફોર્સનાં જવાનોને રાફેલ ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવશે રાફેલ જેટના પહેલી સ્કવોડ્નને અંબાલામાં રખાશે.
ભારતીય વાયુસેનાના સાત કમાન્ડ
- સેન્ટ્રલ કમાંડ-અલાહાબાદ ઉત્તર પ્રદેશ
- ઈસ્ટર્ન કમાંડ-શિર્લાન્ગ-મેઘાલય
- સાઉધર્ન કમાંડ-તિરૂવનંતપૂરમ-કેરળ
- સાઉથ વેસ્ટર્ન કમાંડ-ગાંધીનગર-ગુજરાત
- વેસ્ટર્ન એર કમાંડ-નવીદિલ્હી
- ટ્રેનિંગ કમાંડ-બેંગ્લોર કર્ણાટક
- મેન્ટેનન્સ કમાંડ-નાગપુર મહારાષ્ટ્ર
આઝાદી બાદ પાકિસ્તાન અને ચીન સાથેના યુધ્ધોમાં ‘વાયુસેના’એ પાથર્યું અદમ્ય પરાક્રમ
વિશ્ર્વયુધ્ધ-૨, પાકિસ્તાન સાથેના ૩ યુધ્ધો અને ચીન સાથેનું યુધ્ધ તેમજ સંયુકત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ ભારતીય વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ઓપરેશન વિજય
ગોવાનો કબ્જો ન છોડતા પોર્ટુગલના સકંજામાંથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્તનામે ભારતીય વાયુસેનાએ ઓપરેશન કરીને ૩૬ કલામાંજ ગોવાને આઝાદી અપાવી હતી.
ઓપરેશન મેઘદૂત
જમ્મુ-કાશ્મીર સરહદે સિયાચીનમાં દુશ્મનોએ કબ્જો કર્યો હોવાની બાતમીને આધારે ૧૯૮૩માં વાયુસેનાએ ઓપરેશન મેઘદૂત પાર પાડીને સિયાચીન પર કબ્જો મેળવ્યો હતો.
ઓપરેશન કેકાસ
શ્રીલંકાના તામિલ લિબરેશન ઓગેનાઈઝેશન ઓફ તામિલ ઈલમ દ્વારા માલદિવમાં સરકાર ઉથલાવીને સતા કબ્જે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાયુસેનાએ ઓપરેશન કેકાસ પાર પાડીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ઓપરેશન ઈગલ મિશન-૪
૧૯૮૭માં શ્રીલંકાના સિલિલ વોર વખતે જાફના શહેરમાં ફસાયેલા તામિલ ટાઈગર્સને સુરક્ષા આપી જાફના પર કબ્જો મેળવી આપવા માટે ભારતીય વાયુદળે ઈગલ મિશન-૪ નામે સફળ કામગીરી કરી હતી.
ઓપરેશન રાહત
૨૦૧૫માં યમન દેશમાં ફસાયેલા આશરે ૫૦૦૦ નાગરીકોને ભારતીય નેવીની મદદથી વાયુસેનાએ ઓપરેશન રાહત પાર પાડી ફકત ભારતીય નાગરીકોને નહીં પરંતુ ૨૦૦૦ જેટલા વિદેશી નાગરિકોને પણ સુરક્ષીત કરી સફળતા હાંસલ કરી હતી.
દૂનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના ભારતની
ભારત દેશની તાકાત દિન પ્રતિદિન વિશ્વમા વધતી જાય છે. આપણી સંરક્ષણ પાંખમાં જમીન દરિયાઈ અને વાયુ ત્રણ સ્તરે મજબુત છે. આજે દેશની હવાઈ પાંખ એરફોર્સનો જન્મ દિવસ યર્થાત એરફોર્સ ડે છે. આ મહત્વની પાંખ સદી તરફ આગળ વધી રહી છે. આપણી એરફોર્સ પાંખ ૮ ઓકટોબર ૧૯૩૨માં શ કરાય હતી. ૧લી. એપ્રીલ ૧૯૩૩ના રોજ સ્કોવોડ્રનની રચના કરાય હતી. હવાઈ પાંખનો આજે ૮૮મો જન્મ દિવસ છે.
તાજેતરમાં રાફેલ ફાઈટર વિમાનો એરફોર્સમાં જોડાતા આપણી તાકાત બમણી થઈ ગઈ છે. ભારતીય વાયુસેના દર વર્ષે આજે જાગૃતતા વધારવા ‘એરફોર્સ ડે’ની ઉજવણી કરે છે.
બીજા વિશ્ર્વ યુધ્ધમાં આપરી રોયલ ઈન્ડિયન એરફોર્સની મહત્વની કામગીરી રહી હતી વાયુસેનાનો ગૌરવવંતો ઈતિહાસ સુનહરો છે. આપણા દેશે ૨૦૨૩ થી ૨૦૨૮ સુધીનો રોડ મેપ તૈયાર કરીને સુરક્ષા ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવેલ છે, જેમાં તેજસ એમ.કે.૧ના પાંચ સાથે ૩૬ રાફેલ ફાઈટર ઉમેરાશે.
અમેરિકન જેટ વિમાનો ઉપરાંત દેશની હિન્દુસ્તાન એરોનોટિકલ કંપની પર પોતાના લશ્કરી હવાઈ જહાજ તૈયાર કરી રહી છે. ૧૯૭૧નાં પાકિસ્તાન સામેના યુધ્ધમાં કચ્છ એરપોર્ટને નુકશાન થતા કચ્છી મહિલાઓએ દિવસ રાત એક કરીને રાતોરાત રનવે ઉભો કર્યો હતો. આપણે આઝાદીના ભાગલા પછી કાશ્મીરનું પ્રથમ યુધ્ધને ૧૯૬૧માં કોંગો ક્રાઈસીસ વખતે ઈન્ડિયન એરફોર્સે મદદ કરી હતી. ૧૯૬૨માં ભારત-ચિન યુધ્ધને ૧૯૬૫માં પાકિસ્તાન સાથેનું કાશ્મીર માટે નું બીજાુ યુધ્ધ થયું ત્યારે ભારતીય વાયુદળે મહત્વની કામગીરી કરી હતી.
આજે સરહદે ચીનનો સામનો કરવા આપણી સેના વાયુદળ સજજ છે. ૧૯૭૧માં પણ બાંગ્લાદેશને મુકિત અપાવવામાં એરફોર્સનો મહત્વનો ફાળો હતો.
એરફોર્સની મહત્વની કામગીરીમાં ૧૯૯૯માં કારગિલની મૂકિત ઓપરેશન સાથે બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક પણ અગ્રસ્થાને રહીને ભારતીય વાયુદળની તાકાતનો પરચો વિશ્ર્વએ નિહાળ્યા હતો. આજે એરફોર્સમાં વિમાની તાકાત છેલ્લી ત્રણ પેઢીથી ઉતરોતર પ્રગતિ કરીને શ્રેષ્ઠ ફાઈટરો આપણી લશ્કરી તાકાત બની છે. ડાઈવ બોમ્બરથી શ કરીનેજે રાફેલ જેવા અધતન વિમાનોનો યુગ આવી ગયો છે.
આજે એરફોર્સ ડે ઉપર તમામ પાયલટો તથા તેની સાથેનાં સ્ટાફ જયારે આપણી સુરક્ષા કરી રહ્યા છે ત્યારે તેના સેવા કાર્યોને એક સલામ.
જોધપુર એરફોર્સ તરફથી મળેલ ભેટ કારગીલ હીરો ‘મિગ-૨૭’ રાજકોટની શાન
આજે ભારતીય વાયુ સેનાનો ૮૮મો ગૌરવવંતો સ્થાપના દિવસ છે. વાયુસેનાના ૮૮માં સ્થાપના દિવસે રાજકોટ શહેરની મધ્યે કોટેચા ચોક ખાતે પ્રદર્શનમાં મૂકાયેલ કારગીલ હિરો ‘મિગ-૨૭’ની વાત કરવાનું કેમ ભૂલાય રશિયન બનાવટનું ભારતનું ફાઈટર જેટ મિગ-૨૭ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોટેચા ચોક ખાતે પ્રદર્શનમાં મૂકાયું છે. શહેરીજનો ફાઈટર પ્લેન વિશે જાણી શકે અને લોકોમાં સર્વ ભૌમત્વ અને દેશ પ્રેમની ભાવના કેળવવા આ પ્લેન મૂકવામાં આવ્યું છે. જોધપૂર એરફોર્સ તરફથી મિગ-૨૭ રાજયમાંથી એકમાત્ર રાજકોટને ભેટમાં આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૩૦ વર્ષ જૂના મિગ-૨૭ ફાઈટર પ્લેનનો ઉપયોગ ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુધ્ધ સમયે થયો હતો. મિગ-૨૭એ પાકિસ્તાનને મ્હાત આપી હતી.
ખાસ વાત એ છેકે હવે કોઈપણ દેશ મિગ-૨૭ ફાઈટર પ્લેનનો ઉપયોગ કરતુ નથી. આ ફાઈટર જેટને ભારતીય વાયુ સેનાના પાયલોટ ‘બહાદૂર’ નામથી બોલાવે છે. છેલ્લા ૩૮ વર્ષથી ભારતીય વાયુ સેનોતાની ધાક જમાવીને બેઠેલું લડાકુ વિમાન મિગ-૨૭ રિટાયર થતા રાજસ્થાનના જોધપુર એરબેઝ પર છેલ્લી ઉડાનભરી હતી એ સમય દરમિયાન ૭ મિગ-૨૭ વિમાનો હતા જેમાનું એક ફાઈટર મિગ-૨૭ કારગીલ હીરો જોધપુર એરફોર્સ તરફથી રાજકોટને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું છે.
એરફોર્સની આન, બાન અને શાન અવની, મોહન અને ભાવના
આજે એરફોર્સ ડે છે ત્યારે વાયુસેનાની આન, બાન અને શાન ગણાતી અવની, મોહના અને ભાવના વિશે વાત કરવાની કેવી રીતે ચૂકી શકાય આ ત્રણેય યુવતીઓ ભારતની પ્રથમ મહિલા લડાકુ પાયલોટમાં નામ ધરાવે છે. નવા ભારતની યુવતીઓ પગ વડે માત્ર સ્કુટી રોકવાનું જ નથી જાણતી પણ તે લડાકુ વિમાનને આસમાનમાં ઉડાવવાના કૌશલ્ય પણ ધરાવે છે. મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં જન્મેલ અવની ચતુર્વેદીએ વર્ષ ૨૦૧૮માં જામનગરનાં એરબેઝથી મિગ-૨૧ ઉડાવી પોતાનું નામ ભારતના ઈતિહાસમાં પ્રથમ મહિલા લડાકુ પાયલોટ તરીકે સુવર્ણ અક્ષરે લખી નાખ્યું હતુ આ સાથે જ યુપીનાં આશામાં જન્મેલ મોહનાસિંઘ અને બિહારના બરોનીમાં જન્મેલ ભાવના કંઠને પણ વાયુસેનાના પ્રથમ મહિલા લડાકુ પાયલોટ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય મહિલા પાયલોટે યુધ્ધ મિશનમાં સામેલ થઈ ઈતિહાસ રચ્યો છે.
વાયુસેનામાં પાંચ સ્ટાર રેંક માર્શલના પદે રહેનાર એકમાત્ર અધિકારી અર્જનસિંહ
લશ્કરની દરેક પાંખમાં સ્ટાર રેન્ક ખૂબજ મહત્વ ધરાવે છે. આ સ્ટાર રેન્કનાં આધારે જ કમાન્ડર, બ્રિગેડિયર, એડમાયર, બ્રિગેડિયર જનરલ અને માર્શલ જેવા ઉચ્ચ હોદાઓની ઓળખાણ થાય છે. જેમાં સૌથી ઉચ્ચ હોદો ગણાય છે. માર્શલનો આ પદ ધારણ કરનાર ભારતનાં પ્રથમ અને એકમાત્ર અધિકારીજે અર્જુનસિંહ તેઓ ભારતીય વાયુસેનાના પ્રમુખપદ ઉપર ૧૯૬૪થી ૨૦૦૨ સુધી રહ્યા હતા. ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનના યુધ્ધ સમયે તેમણે મહત્વપૂર્ણ ફાળો આપી સફળ નેતૃત્વ પૂરૂ પાડયું હતુ જે બદલ તેમને ૧૯૬૬માં પદમ વિભૂષણથી સન્માનીત કરાયા હતા. વર્ષ ૨૦૦૨માં અર્જુનસિંહને વાયુસેવાના માર્શલ બનાવાયા હતા જે એવો પ્રથમ બનાવ હતો કે ભારતીય વાયુસેનાના કોઈ અધિકારી પાંચ સ્ટાર રેંક સુધી પહોચી શકયા હોય.