મવડી હેડ કવાર્ટર ખાતે ૧૭ દિ’ પહેલા હાજર થયેલી યુવતિએ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવારમાં અરેરાટી
રાજકોટના મવડી પોલીસ હેડ કવાર્ટરમાં લોક રક્ષક તરીકે જોડાયાના પખવાડીમાં જ ફુલઝરની યુવતી જલ્પાબેન સાકરીયાની આત્મ હત્યાના બનાવે રહસ્યમય તાણાંવાણાં સર્જયા છે. રાજકોટ તાલુકા પોલીસે જલ્પાબેનના પગલાની જીણવટ ભરી તપાસ હાથ ધરી છે પણ મહત્વની કોઇ કડી ન મળ્યાનું તપાસનિસ પીએમઆઇએજી અંબાસણાખે જણાવ્યું હતું.
પટેલ સમાજમાં કરૂણા ઉપજાવતી બનેલી ઘટના જોઇએ તો વીંછીયા તાલુકાના ફૂલઝર ગામે રહેતા જેન્તિભાઇ સાકરીયાની પુત્રી જલ્પાબેન તાજેતરમાં જ લોકરક્ષક તરીકે પસંદગી પામતાં આશરે પંદર દિવસ પહેલા તેણી રાજકોટ મવડી હેડ કવાર્ટર ખાતે તાલિમ માટે આવી હતી.
અહીંં તાલીમાર્થીઓ માટે જુદા જુદા ફાળવાયિલા રૂમોમાં જલ્પાબેન અન્ય ચાર યુવતીઓ સાથે રૂમમાં રહેતાં હતા. આવા સમગે જલ્લાબેનનાં ચહેરા પર કોઇ તણાવના ચિન્હો દેખાતા ન હોવાનું તેમોવી સહેલીઓનું કહેવું છે.
દરમિયાન ગઇકાલે તાલિમ સ્થળે લોના કલાસ થરૂ થયો હતો પણ જલ્પાબેને નાદુરસી તબિબીનો કારણે એટેન્ડ કર્યો ન હોતો. બીજીબાજુ કાયદાનો કલાસ બનાવીને આવેલી અન્ય ચાર યુવતિઓ રૂમમાં આવી જતા તમામના પગ નીતેથી ધરતી સરકી ગઇ હતી.
જલ્પાબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્તા તમામ સહેલીઓ હેબતાઇ હાઇ હતી. તાત્કાલિક ટ્રેનને જાણ કરી તેમને નીચે ઉતરી દવાખાને ખસેડાયા હતા. પણ ફરજ પરના તબીબોએ જલ્લાબેનને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળે દોડી ગયેલા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએમઆઇ એ.જી. અંબાસણા સહિતના સ્ટાફે મૃતકની પીએમ વિધી બાદ વધું તપાસ હાથ ધરી હતી પણ આત્મહત્યાનું કારણ હજુ અકબંધ હોવાનું પોલીસ જણાવે છે.
દોઢ મહિના પહેલા જ જલ્પાનું વેવિશાળ થયું’ તુ
પોલીસે જણાવ્યું હતું કે દોઢ મહિનાં પહેલા જ જલ્પાની સગાઇ થઇ હતી. પરીવારમાં તેણીએ કયારેય કોઇ વાતનું દુ:ખ હોવાની વાત કયારેય ઉચ્ચારી નથી. આ સિવાય રાજકોટ ખાતે પણ તાલિમ મળે કોઇ ચિંતા હોય તેવું જલ્પાએ કહી જણાવ્યું ન હતું. છતા આંવુ આત્મહત્યા પગલું ભરવાનું કારણ શું? તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.