હારશે કોરોના, જીતશે રાજકોટ
કોરોનાના ડરને મનમાંથી દુર કરીએ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટના લોકોને ભય મૂક્ત બની કોવીડ-૧૯ મહામારીનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાના કાળની સામે આપણે છેલ્લા ૬ મહિનાથી લડી રહયાં છીએ. આ સમય દરમિયાન ગુજરાત સરકારે લોકોને કોરોનાી મૂક્ત બનાવવા માટે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે. રાજકોટની કોવીડ-૧૯ હોસ્પિટલને ફાઈવસ્ટાર કેટેગરીની બનાવવામાં આવી છે. લોકોને આરોગ્યની સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે. આ સમયમાં આપણે કોરોના ડરવાની જરૂર નથી. પરંતુ સાથે મળીને તેને હરાવવાનો છે. આવનારા દિવસોમાં કોરોના હારશે જ તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. સરકાર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણી બચાવવા માટે અભિયાન રૂપી કાર્ય કરવામાં આવી રહયું છે, ત્યારે આ અભિયાનમાં આપણે સૌ સાથે મળીને સહકાર આપીએ. ડરવાના બદલે કોરોના સંક્રમણને આપણે સમજીશું અને તેને અનુરૂપ સાવચેતીના પગલાં ભરશું તો આપણે અવશ્ય ઝડપી કોરોના મૂક્ત બની શકીશું. છેલ્લા ૬ મહિનાી આપણે કોરોના મહામારીનો સામનો કરી રહયાં છીએ અને હવે ઉત્તરોત્તર મૃત્યુદર પણ ઘટતો જાય છે. અને તેથી જ આપણે જો કોરોનાને હરાવવો હશે તો થોડી વધારે કાળજી રાખવી પડશે. આપણે સૌ સાથે મળી આપણા મનમાં રહેલા કોરોનાના ડરને બહાર કાઢી નાખીને કોરોનાનો સામનો કરીએ તો બહું જ જલ્દી હારશે કોરોના, જીતશે રાજકોટ.