સોરઠ ધરા જગ જુની અને ગઢ જુનો ગિરનાર…. એવા જૂનાગઢનો વર્ષો જૂનો ઇતિહાસ અને જૂની ઐતિહાસિક ઇમારતો વચ્ચે એવો જ ઐતિહાસિક મહત્વ ધરાવતો જૂનાગઢના હાર્દસમાં કાળવા ચોક અને તેનો પુરાણો પુલ એટલે, અંગ્રેેેજો વખતનો ફરગ્યુશન પુલ અને હાલનો સરદાર પુલ (કાળવા પુલ).જૂનાગઢનો કાળવા ફર્ગ્યુશન પુલ અંગ્રેજ જમાનામાં એક અંગ્રેજ ઓફિસરના નામે એ સમયમાં જાણીતો હતો. અદભુત રીતે બાંધકામ થયેલ ફરગ્યુશન પુલની બન્ને સાઇડમાં એ સમયમાં બાકડાઓ હતા. અને લોકો આ બકડાનો સારી રીતે ઉપયોગ કરતા હતા,, ત્યારના સમયમાં જૂનાગઢમાં લક્ષ્મી વિજય સ્ટુડીયો હતો, અને આ સ્ટુડિયો વાળા કરશનભાઇ નાંઢાએ તે વખતે ફરગ્યુશન પુલનો ફોટા પાડ્યા હતા, જે ખૂબ જ નયન રમ્ય અને એ વખતના ફરગ્યુશન પુલનો ભવ્ય વૈભવ દર્શાવી રહ્યા છે, તે અત્રે પ્રસ્તુત છે. ત્યારબાદ જૂનાગઢની વસ્તી વધતા આ ઐતિહાસિક પુલનો જીર્ણોધાર કરી નવો પુલ આશરે ૧૯૬૦ માં બનાવવામાં આવેલ હતો. અને તા. ૨૨-૬-૧૯૮૩ માં વાવાઝોડા વખતે આ પુલને અડીને પાણી વહેતું હતું અને એ વખતે શાપુર, વંથલીમાં હોનારત થયેલ ત્યારની અને બાદમાં તા.૨૫-૭-૨૦૧૩ માં ફરી પુર આવતા તે સમયની પુલની તસ્વીર તે સમયે પ્રકાશ નાંઢાએ લીધેલી તે પણ જોવાલાયક છે, જે અમારા અબ તક ના વાચકો માટે પ્રસિધ્ધ કરી રહ્યા છીએ.
Trending
- Mercedes-AMG GT 63 – GT63 Pro ભારતમાં લોન્ચીંગ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે થશે લોન્ચ…
- ‘જો યુદ્ધ ફાટી નીકળશે, તો હું પહેલો લડાઈ લડીશ’: આત્મસમર્પણ કરનાર આ*તં*કી પાક. સામે હથિયાર ઉઠાવવા તૈયાર ..!
- “NEET-2025ની શાંતિપૂર્ણ પરીક્ષા વ્યવસ્થા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જાહેર
- સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકો નશામુક્તિ અભિયાનમાં સહભાગી થાય તે જરૂરી: રાજ્યપાલ
- 2025 TATA Altroz Facelift ટુંકજ સમયમાં થશે ભારતમાં લોન્ચ…
- ગ્રામ્ય હસ્તકલા-હાથશાળ કલાકારોને ‘ગરવી ગુર્જરી’નો સથવારો..!
- માત્ર આ વસ્તુઓ ખાવાથી વાળનો ગ્રોથ થશે ફટાફટ !!
- કડક સુરક્ષા વ્યવસ્થા સાથે રવિવારે નીટની પરીક્ષા