વધુ આતંકીઓ છુપાયા હોવાની શંકાએ સેના દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો દ્વારા આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવામાં આવ્યું છે. આતંકીઓ સાથે સુરક્ષાદળની અથડામણ શોપિયા જિલ્લાના સુગન વિસ્તારમાં થઇ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગુપ્ત એજન્સીને સુગન વિસ્તારમાં આતંકી છુપાયા હોવાના ઇન પુટ મળ્યાં હતા. ત્યારબાદ સુરક્ષાદળની ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઇ સેના પર ફાયરિંગ કર્યું. જેની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર કરાયા છે. હાલમાં સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે આ અગાઉ જમ્મૂ-કાશ્મીર હાઇવે પર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પાંપોરમાં સોમવારે બપોર બાદ લશ્કર-એ-તોયબાના હુમલામાં સીઆરપીએફની રોડ ઓપેનિગ પાર્ટી (આરઓપી)ના બે જવાબ શહીદ થયા હતા, જ્યારે અન્ય ત્રણ જવાન ઘાયલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.