કસ્તુરબા ધામ (ત્રંબા) માં ખેડૂતોની બેઠક સંબોધતા ધારાસભ્ય
કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે ખેડુતોને સંબોધતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ પહેલી વખત દેશને સમૃઘ્ધ બનાવવાની દિશામાં કેન્દ્રની ભાજપ સરકાર પગલા ભરી રહી છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે એક ખેડુત બેઠકમાં બોલતા જણાવ્યું કે આઝાદીના ૭૦ વર્ષ બાદ પહેલી વખત દેશને સમૃઘ્ધ બનાવવાની દિશામાં કેન્દ્રની સરકાર પગલા ભરી રહી છે. ભારત દેશએ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. તેને ખરા અર્થમાં સ્વરુપ આપી દુનિયાભરમાં ખેતી ઉત્પાદનોનું માર્કેટ ઉભુ થાય ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે વચેટીયાઓ નાબુદ થાય તે માટે ખેત ઉત્પાદન અને ખેડુતોને મદદરુપ થવા કાનુન બનાવેલ છે. જેને કોંગ્રેસના મિત્રો વિરોધ કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
કોન્ટ્રાકટ ફામિંગ, ઓગેનિક ખેતી, ગાય આધારીત ખેતી, એફ.પી.ઓ. માં એક લાખ કરોડનું રોકાણ વગેરે મુદ્દાઓ ખેડુત હિતમાં કરેલ કાનુનમાં સમાવેશ થાય છે. આ મીટીંગમાં ગામના સરપંચ માજી સરપંચ તથા આગેવાન મુળજીભાઇ ખુંટ તેમજ ગામના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.