સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહમાં ૫૦ એકરમાં વિસ્તાર પામેલ અને સરોવર કિનારે વિશાળ સ્વામિનારાયણ સનાતન મંદિર આવેલ છે.
આ શહેર અને નજીકના વિસ્તારમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યના લોકો નિવાસ કરે છે. દર શનિવાર અને રવિવારે ૧૨૦૦ થી ૧૫૦૦ ભાવિકો દર્શનનો લાભ લે છે. હાલ કોરોના મહામારીને કારણે અમેરિકાના લોકો ઘર બેઠા મહાપૂજન કરી શકે તે માટે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અધિક માસની પૂર્ણિમાના દિવસે વહેલી સવારે વેદાંતસ્વરુપદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ઠાકોરજીનું પંચોપચાર તથા ષોડશોપચાર પૂજન કરવામાં આવેલ. ત્યારબાદ વેદાંતસ્વરુપદાસજીના માર્ગદર્શન સાથે ઓન-લાઇન મહાપૂજા કરાવવામાં આવેલ. મહાપૂજા શાસ્ત્રી અંકિતભાઇ રાવલ અને તુષારભાઇએ વેદ વિધિ સાથે કરાવી હતી,જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા.આ પ્રસંગે ગોપી મહિલા મંડળ દ્વારા કિર્તન ભકિતનો કાર્યક્રમ રાખવામાં આવેલ, સાંજના સમયે ઓન લાઇન આરતિનો કાર્યક્રમ યોજાચો હતો.