વિધાનસભામાં સ્વ.મનોહરસિંહજી જાડેજાની ગર્જનાના આજે પણ પડે છે પડઘા
પિતા પ્રધ્યુમનસિંહજીના મૃત્યુનો સંવેદન શીલ પ્રસંગ પુત્ર મનોહરસિંહની કલમે લખાયેલા પુસ્ત્કનો સાર આજની પેઢી માટે અણમોલ શીખ
આપણી વચ્ચેથી બે વર્ષ પૂર્વે લીધેલી વિદાયને લોકો હજુ ‘દાદા’ને ભૂલ્યા નથી
રાજકોટના પૂર્વ રાજવી અને ઠાકોર સાહેબ સ્વ. મનોહરસિંહજી જાડેજાની તા. ૨૮મી સપ્ટેમ્બરે દ્વિતીય પૂણ્પતિથી કોરોનાની મહામારીથી સોસિયલ મીડિયાથી સ્મરણ કરવામાં આવ્યું.
રાજ પરિવાર અને ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ જયદિપસિંહ જાડેજા સહિત પરિવારજનો સ્મરણ કોઇ વિશેષ દિવસ વગર પણ કરે. આપણી વચ્ચે જત બે વર્ષે લીધેલી વિદાયને પણ લોકો ભૂલ્યા નથી. જે વ્યક્તિએ છેલ્લા દસ વર્ષથી વધારે સમયથી જાહેર જીવન પણ છોડી દીધું હતું એમની પૂણ્યતિથીએ પણ આટલા લોકો એમની સ્મૃતિ જીવંત રાખે! એ અગત્યનું છે.
દાદાની પૂણ્યતિથિ નિમિત્તે રણજિત વિલાસ પેલેસના પટાંગણમાં રખાયો હતો અને એમાં ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા, બીએપીએસના અપૂર્વમુનિ સ્વામી, કોઠારી સ્વામી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે વર્તમાન સ્થિતિને લીધે કોઇ જાહેર કાર્યક્રમ રાખી શકાયો નથી પરંતુ જે જગ્યા સાથે રાજકોટના રાજ પરિવારને પેઢીઓ જુનો સંબંધ છે તે રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે સંત ભોજન અને દરીદ્ર નારાયણ ભોજન રખાયું હતું.
રાજવી, મિનીસ્ટર,કોંગ્રેસના અગ્રણી, એક સક્ષમ રાજપુરુષ, બેસ્ટ પાર્લામેન્ટરીયન, એક્સેલન્ટ ક્રિકેટર, સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન, કવિ, લેખક, વાચક, સાહિત્યરસિક આ તમામ વિશેષણ સાથે લોકો દાદાને, મનોહરસિંહજી જાડેજાને ઓળખે છે. પરંતુ અંદરથી સતત સંવેદના અનુભવતા, પરિવાર માટે, વડીલ માટે પ્રેમનો ઝરો જેમના હ્રદયમાં સતત વહેતો એવા દાદા વિશે વડીલો તો પરિચિત હોય પરંતુ અત્યારની પેઢી તો ક્યાંથી જાણતી હોય?
રાજવી તો એ હતા પરંતુ પોતાના બીમારી પિતાની અને પછી અંતિમ વિદાય વખતે તેઓ રીતસર સંવેદના, પિતા માટેનો પ્રેમ, વિવેકથી પોતે તરબોળ હતા. છલકાતા હતા. એક ક્ષત્રીય, એક રાજવીની અંદરથી એક પુત્ર એ દિવસે બહાર આવ્યા હતા. પિતા માટે ભગવાનના સ્વરુપનો દરજ્જો અને પિતાને પ્રસન્ન રાખવા સેવા કરવી એ સનાતન ધર્મ અને વૈદિક પરંપરાના સંસ્કારો અને સંસ્કૃતિ એમનામાં પહેલેથી છેલ્લી ક્ષણ સુધી અંકિત હતા.
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા એક ઉમદા માનવી ભગીરથ રાજવી અને શ્રેષ્ઠ લોક પ્રતિનિધિ તો હતા જ તે એક પુત્ર તરીકે ફરજનિષ્ઠ રહ્યા હતા. પિતા સાથે છેલ્લા સુધી લગાગ, લાગણી સંવેદના અને સેવા જોડાયેલા રહ્યા તેમને લખેલા પુસ્તકમાં તિપિત બનાવમાં પિતા પ્રધ્યુમનસિંહજી વિદાય અને ઉતરાધિકારી તરીકે પોતાની ફરજ અંતિમ સંસ્કારની જવાબારી માતા પાસેથી પિતાની વિદયાની અનુમતિ અને વિધવાને વાળા કાપવાની પરંપરામાંથી માતાને મુક્તઅપાવી રાજવીએ ખરા અર્થમાં સમાજ સુધારકની ભજવવી જોઇએ તેવા સંવેદાત્મક પ્રસંગને રજૂ કરીને જ્યારે તમામ તૈયારીઓ પૂરી થઇ અને શણગારેલી અવસ્થામાં મારા પિતાજીને બેસાડી દીધા. મારે મારા માતુની મંજુરી લેવા જવાનું થયું. કેવી કપરી કામગીરી હતી એ નહોતી ખબર એવું નહોતું. આંસુઓને રોકી મનમાંથી ઉપર આવતા ડૂમાને દાબી દઇ એમની પાસે હાથ જોડીને કહ્યું, મારા પિતાને છેલ્લા સંસ્કારો માટે લઇ જવા માટે આપની આજ્ઞા લેવા આવ્યો છું. માતુએ નમેલી ભીની આંખે હાથની નિશાની વડે દરવાજા તરફ આગળ વધવાનો સંકેત કર્યો. પહેલીવાર નનામિ ઉપાડવામાં અમે ત્રણેય ભાઇ એક સાથે છેવટ સુધી હતા. જ્યારે યાત્રા થોડી આગળ વધી એટલે ઘણા આગળ આવ્યા એ કહેતા, દાદા થાકી જશો લાવો અમે ઉપાડીએ. મારો એક જ જવાબ હતો જિંદગીભર જેણે અમારો ભાર વેંઢાર્યો એનો આટલો ભાર શું અમે નહીં ઊપાડી શકીએ.
સ્વ ઠાકોર સાહેબ ખરા અર્થમાં રાજકીય સામાજીક, ધાર્મિક અને રાજનૈતિક ઉતરદાયિત્વ અદા કરવા માટે સફળ રહ્યા હતા. તે હંમેશા ઉમદા રાજવીની સાથે સાથે પ્રમાણિક પુત્ર પરિવાર અને સમાજ માટે પ્રેરક બનતા રહેશે.
જાહેરજીવનમાં આવેલા રાજકોટ રાજવી સ્વ. મનોહરસિહજી સાચા બોલા અને સ્પષ્ટ વકતા તરીકે જાણીતા હતા. વિધાનસભામાં તેઓ રજૂઆતો સમયે લોક પ્રતિનિધિ તરીકે ‘સિહ’ બનીને ગર્જના કરતા અને તેના પડધા આજે પણ જાહેર જીવનમાં પડે છે.
જાહેર જીવનમાં જે લોકો છે એમણે સ્વ. દાદાબાપુના જીવન માંથી સ્પષ્ટ વક્તાપણું, વૈચારિક સ્પષ્ટતા, પ્રજા વત્સલતા, કોઇ પણ મુદ્દાનું પૂરેપૂરું હોમવર્ક વગેરે શીખવું જોઇએ અને એમના પારીવારિક જીવન માંથી આ માતા-પિતા પ્રત્યેનો આદર શીખવો જોઇએ. સમગ્ર પરિવાર માટે એમને પ્રેમ. પુત્ર-પુત્રવધૂ માટે પણ દાદાને ભરપૂર લાગણી અને પૌત્ર-પૌત્રીઓ માટે પણ વ્હાલ. સામાન્ય પ્રજાના દુ:ખે પણ જે દુખી થયા હોય એવા વ્યક્તિ માટે તો લોકો, પ્રજા એ જ એમનો પરિવાર હોય.માટે એમના અમાપ પ્રેમને લોકો ક્યારેય ભૂલી નહીં શકે.