અનુ. જાતિ સમાજ દ્વારા ઉચ્ચકક્ષાએ આવેદન પાઠવી રજૂઆત કરાઈ
માંગણીઓ તાકિદે નહી સ્વીકારાય તો આંદોલનને મોટુ સ્વરૂપ આપી ભારત બંધ તથા જેલ ભરો આંદોલનની ચીમકી
ભારત દેશના આઝાદીના સીતેર વર્ષ બાદ કયારેય ન જોયેલી કયારેય ન સાંભળેલી આવી અમાનવીય ઘટના થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશનાં હાથરસ ગામે એક વાલ્મીકી (અનુ.જાતિ) સમાજની દિકરી મનિષા ઉપર ચાર ચાર નરાધમોએ ગેંગરેપ (સામુહિક બળાત્કાર) કરી જીભ કાંપી નાખી કરોડ રજૂ તોડી નાખેલ અને શરીરમાં જુદી જુદી જગ્યાએ ઢીકાપાટાથી ઈજાઓ કરેલ અને જતા ઉત્તર પ્રદેશની સ્થાનીક પોલીસ નારી રક્ષણ કરવાને બદલે પીડીત યુવતિ નીચા વર્ણની હોય આવા નીચા વર્ગને પગની પાનીએ રશખીને દુષ્કર્મ ગુજારવામાં સરકારને કોઈ નિસ્બત નથી આ હિંચકારી અને અમાનુષી અત્યાચાર કરીને હત્યાને સમસ્ત અનુસૂચિત જાતી સમાજ ઉપલેટા શહેર તાલુકા આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢે છે.
બનાવના નરાધક આરોપીઓને જાતીવાદી માનવીકતાથી છાવરવા વાળા સરકારી ઈશારે ચાલતા ત્યાંના ડીએમ, એડીજે તથા લાગતા વળગતા પોલીસ પ્રસાશનીક વિરૂધ્ધ સીબીઆઈની તાત્કાલીક ધોરણે તપાસ કરવામા આવે અને આ ઘટનાને પૂરેપૂરી રીતે અંજામ આપવા નરાધમ આરોપીની મદદ કરવા વાળા લાગતા વળગતા અધિકારીઓને સામે પગલા લેવામાં આવે તેમજ આ ચારેય નરાધમ આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે અથવા ફાંસી આપવામાં આવે નરાધમોને સરકાર દહેશત વાદી આતંકવાદી જાહેર કરે તેવી સમસ્ત અનુસૂચિત જાતી સમાજ ઉપલેટા શહેર તાલુકા તરફથી લાગરી અને માંગણ છે.
આવેદન પત્ર આપતી વખતે લાલજીભાઈ વાઘેલા, પ્રમુખ વાલ્મીકી સમાજ ઉપલેટા, લાલજીભાઈ રાઠોડ સમાજ સેવક, જેન્તીભાઈ રાઠોડ સદસ્ય નગરપાલીકા ઉપલેટા, બાલાભાઈ સામાજીક કાર્યકર, બી.ડી. મેકમદ એડવોકેટ, નરેન્દ્રભાઈ ચૌહાણ સદસ્ય તા.પં. ઉપલેટા, કિશોરભાઈ રાઠોડ સદસ્ય તા.પં. ઉપલેટા, મનસુખભાઈ રાઠોડ સામાજીક અગ્રણી, પ્રફુલભાઈ પારધી પ્રમુખ રાષ્ટ્રીય દલિત મહાસંઘ વગેરે હાજર રહ્યા હતા.