૨૦:૨૦:૨૦ની કસરત આંખ માટે ખૂબ સારી: ડો. સ્નેહલ પંડયા
નોવેલ કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતા અને ભુલકાઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને શાળાઓના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે. પરંતુકોરોનાને કારણે બાળકોનું ભણતર ન બગડે તે માટે રાજ્યભરમાં શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બ્લેક બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતી આંખો આજકાલ રોજની ૧-૨ કલાક મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન સામે શિક્ષણ મેળવી રહી છે. ત્યારે બાળકોની આંખોની સ્વસ્તા માટે દરેક વાલીજનોએ વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે.
રાજકોટ જિલ્લામાં માર્ચ માસ દરમ્યાન કોવિડ-૧૯ નો કેસ આવ્યા બાદ થી લઈને આજ દિવસ સુધીમાં કુલ ૧૫,૩૨૬ જેટલા કેસની ઓપીડી કરવામાં આવી છે તેમજ, ૩૮૦ જેટલા ઈનડોર કેસમાં જરૂરી સારવાર તથા સર્જરી પણ કરવામાં આવી છે. આવી સુંદર અને નયનરમ્ય કામગીરી માટે કુલ ૨૧ જેટલા ડોકટર્સ રાતદિવસની પરવાહ કર્યા વગર કામ કરી રહ્યા છે. જેમાં રાજકોટની જી.ટી.શેઠ હોસ્પિટલના ડો. વિમલ વ્યાસ, ડો. કમલ ડોડીયા, ડો. નીતિ શેઠ જેવા અનુભવી ક્નસલટન્ટ, ૪ જેટલા તજજ્ઞ સિનિયર રેસીડેન્ટતા ૧૨ જેટલા ખંતિલા જૂનિયર ડોક્ટરોનો સમાવેશ થાય છે. હાલમાં મોટા ભાગના ડોક્ટરો કોવિડ ૧૯ હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે.
છેલ્લા ૨૭ વર્ષથી રાજકોટની જી.ટી.શેઠ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ નિભાવતા ડો. સ્નેહલ પંડ્યાએ આ સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે,” કોરોનાને કારણે આજે ફરિજયાતપણે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો છે. ત્યારે ટેકનોલોજીના વપરાશ સાથે તેના લાભ-ગેરલાભ પણ જોડાયેલા હોય છે. તેથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા દરેક બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે.