કાલે પ્રાણીઓના અધિકાર માટે જાગૃતતા ફેલાવા દુનિયાભરમાં ઉજવાશે વિશ્વ પ્રાણી દિવસ: આખુ સપ્તાહ વિવિધ કાર્યક્રમો યોજાશે
પ્રાણી કલ્યાણ અધિનિયમ-૨૦૦૬ સંદર્ભે પશુ-પ્રાણી કલ્યાણ તેના સંગઠનના કાર્યો સાથે તેના અધિકારોની જાગૃરૂકતા ફેલાવા દુનિયાભરમાંં રવિવારે ‘વિશ્ર્વ પ્રાણી દિવસ’ ઉજવાશે. કેટલાંક દેશો અને આપણા ભારતમાં આખુ સપ્તાહ વિવિધ કાર્યક્રમો યોજાશે. યુનાઇટેડનેશનના દિશા-નિર્દેશો મુજબ પશુઓની પીડાના સંદર્ભે અને સંવેદનશીલ રૂપમાં તેને રક્ષિત કર્યુ છે.
આ દિવસે તેના કલ્યાણ અભિયાન પ્રાણી બચાવ અને તેને માટે મુકત પર્યાવરણ સાથે રક્ષિત આશ્રયોનું કાર્ય થશે. વન્ય સૃષ્ટિના પ્રાણીઓ આપણા જીવન પર્યાવરણ સાથે આદી કાળથી જોડાયેલા છે. પ્રાણીઓ આપણાં જીવનની ગુણવત્તામાં વૃઘ્ધી કરે છે. વિશ્ર્વ પ્રાણી દિવસ એક મિશનના રૂપમાં વૈશ્ર્વિક ફલકે કાર્ય કરી રહ્યું છે. દુનિયાભરના લોકો આ બાબતે જાગૃત થાય તેવા પ્રયાસો સતત અને સક્રિય રીતે થાય છે.
ર૪મી માર્ચ ૧૯૨૫ના બર્લીન શહેરમાં પ હજાર લોકો એ પ્રાણી દિવસ ઉજવણીના સંમેલનમાં ભાગ લીધો હતો. બાદમાં ૧૯૨૯ થી દર ચાર ઓકટોબરે આ દિવસ ઉજવાય છે. પ્રારંભે તો ઓસ્ટ્રેલીયા, સ્વિઝરલેન્ડ જેવા દેશો જ જોડાયા હતા. બાદમાં ૧૯૩૧માં અન્ય દેશોને સાંકળીને બધા દેશો જોડાઇ તેવી મુવમેન્ટ ચલાવાય હતી. અને ઇટાલીમાં એક વિશાળ સંમેલન પણ યોજાયું હતું.
આપણાં રોજબરોજના જીવનમાં પ્રાણીઓનું મહત્વ છે. પાલતું પાણી, જંગલી પ્રાણી સાથે આપણે પેઢી દર પેઢી કે પ્રાચિન કાળથી જોડાયા છીએ. તેની પર થતાં અત્યાચારો પણ હવે કાયદાકીય રક્ષણ મળતા બંધ થયા જેમ કે સરકારમાં હવે પ્રાણીઓના કરતબ બનાવવાની મનાઇ આવી ગઇ, ગાય, ઘેટું, બકરી, ઊંટ, બિલાડી, કૂતરો, ગધેડુ, ઘોડો, વાઘ, સિંહ, રીંછ, હાથી, જિરાફ, હરણ, વાંદરા, કબૂતર, કાગડો, કાબર, પોપટ, મોર, કૂકડો, બગલો, હંસ, બતક, કોયલ, શાહમૃગ, લકકડ ખોદ, ઘૂવડ, સમડી, ગીધ, ચકલી જેવા અનેક પશુ-પક્ષીઓ આપણા જીવન સાથે વણાયેલા છે. કેટલાક પ્રાણીઓને તો આપણે કાર્ય કરવામાં સાથે રાખીએ છીએ જેમ કે ગાય, બળદ, ઊંટ, ઘોડો, બકરી, ઘેટું તેના દૂધનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ.
મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. સ્વેચ્છાએ, સ્વતંત્ર રીતે હરી ફરી શકે તેવું વાતાવરણ આપણે આપવું જ પડશે, તે આપણાં પર્યાવરણ સંવર્ધક છે. દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે અન્ય પ્રાણીનો શિકાર કરે છે, એનિમલ શબ્દ મૂળ લેટીન શબ્દ છે. સામાન્ય રીતે સૌ પ્રાણી તરીકે કે જાનવર, પશુ તરીકે સંબંધો છે. જમીન ઉપર રહેનારા, પાણીમાં રહેનારા અને આપણાં આંગણાના વિવિધ પશુઓની કેટેગરી છે. મોટાભાગના પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જિરાફનું બચ્ચુ જન્મના સમયે ૧૦ થી ૧પ ફુટ ઉપરથી નીચે પડે છે અને ગણતરીની મીનીટમાં ઉભુ થઇને ચાલવા લાગે છે આજ છે પ્રાણીઓની કુદરતી કરામત પ્રાણીઓ માંસહારી, શાકાહારી સર્વભક્ષી અને પરજીવી હોય છે. અન્ય પ્રાણીઓનો શિકાર કરીને ખાવું એ જૈવિક ઘટના છે. શિકારી પ્રાણીના પંજાની તાકાત તીક્ષ્ણ નખ હોય છે.
શ્ર્વસન પ્રક્રિયામાં પ્રાણીઓ ઓકિસજન બહાર કાઢતા હોવાથી આપણા માટે જીવન રક્ષક સમાન છે આજે આમેય પર્યાવરણનું પ્રદુષણ વધતાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે પ્રાણીઓનું રક્ષણ કરીને આપણે જ આપણું જીવન બચાવું પડશે, સૌથ પ્રથમ પ્રાણીઓના અવશેષો ૬૧૦ મિલિયન વર્ષો પહેલા પુષ્કળ હતા. છેલ્લા ૧૮મી સદીમાં જોવા મળેલ હતું. ન્યુઝીલેન્ડનું મૌ આ વિશાળ પ થી ૧૪૦૦ વર્ષ પહેલા નાશ પામ્યું, ૧૮૩૫ આસપાસ ગ્રેટ ઓફ મૂળ પક્ષી પણ પાંખ ન હોવાથી ઉડી શકતું નહી તે પાણીમાં તરતું સૌથી ઝડપી હતું તે જાતી પણ નાશ પામી હતી.
પ્રાણીઓના ખોરાકને આધારે તેના પ્રકારો પડે છે.
(૧) તૃણાહારી (શાકહારી):- આ પ્રાણીઓ ફકત વનસ્પતિનો ખોરાક લે છે જેમાં સસલું, હરળ, ગાય, ભેંસ, ઘોડો, ઊંટ જેવા પ્રાણીઓ છે.
(ર) માંસાહારી:- આ પ્રાણીઓ ફકત અન્ય પ્રાણીઓને મારીને તેનો ખોરાક લે છે. જેમાં સિંહ, વાઘ, ચિત્તો, વરૂ, જંગલી કુતરા વિગેરે
(૩) મિશ્રાહારી:- આ પ્રાણી શાકાહારી, માંસાહારી બન્ને ખોરાક લે છે. જેમાં ઉંદર, કુતરા જેવા પ્રાણીઓ આવે છે.
પ્રાણીઓનો એક સમદાય ‘મુદુકાય’ તરીકે ઓળખાય છે. આ પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓ મૃદુ એટલે કે કોમળ, નરમ શરીરના હોય છે. જેમાં ઓકટોપસૃ ગોકળગાય, હાઇટોન જેવાનો સમાવેશ થાય છે. આજે તો લોકો પ્રાણીઓ પાણે છે, જેમાં ડોગ, ડેટ, હોર્સ મુખ્યત્વે છે. પશુપાલનના ધંધા કે માલવાહક તરીકે પણ પ્રાણીઓ પળાય છે. જેમાં ગાય, ભેંૅસ, બકરી, ઘેટું, ઘોડો, ઊંટ, હાથી, ગધેડાનો સમાવેશ થાય છે.
આજે વિશ્ર્વ પ્રાણી દિવસે તમામ પ્રાણીઓને શ્રેષ્ઠ પર્યાવરણ સાથે રક્ષિત વાતાવરણ પુરૂ પાડીએ, આમ કરવાથી આપણું પર્યાવરણ જ આપણે શ્રેષ્ઠ બનાવીશું, ઘણા બધા પ્રાણીઓ પાસેથી આપણને વિવિધ ગુણો શિખવા મળે છે. કૂતરો, પ્રેમ, વફાદારી સાથે આજ્ઞાપાલન ને રક્ષણની વાત કરે છે. બધા જ પ્રાણીઓ આપણી પૃથ્વીના જ છે તેમનું જતન કરવું આપણી પ્રથમ ફરજ છે. ઘણા પશુ પંખીઓ પૃથ્વીના સફાઇ કામદાર તરીકે તો કેટલાક એક જગ્યાએથી ખોરાક ખાઇને બીજે ત્યાગ કરતા ત્યાં નવી સૃષ્ટિ નિર્માણ કરવામાં મદદ કરે છે. આજે હજી પણ પ્રાણીઓનો શિકાર થાય છે. આદીકાળના પુરાતન ચિત્રોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે પ્રાણીઓ માનવ ઉત્પતિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે. આપણે તેનું જતન કરવું એ જ પ્રાણી દિવસની સાચી ઉજવણી છે.
ગાય ધરતીપરનું એક માત્ર પ્રાણી છે જે ઓકિસજન ગ્રહણ કરીને છોડે પણ છે
કૂતરાઓ અને બિલાડી માણસની જેમ ડાબોડી જમણોડી હોય છે. જિરાફ ઉભા ઉભા જ સુઇ જાય છે. બધા જાનવરોમાં હાથી એક જ પ્રાણી છે કુદકા મારી શકતું નથી. ટેકસાસની ગુફામાં ર કરોડથી વધુ ચામાચિડીયા રહે છે. જીંગાનું હ્રદય તેના માથામાં હોય છે. વાંદાનું માથુ કપાય જાય તો તે જીવીત રહે છે. ચીનમાં સમુદ્રીહરણનું બચ્યુ એટલે નાનુ હોય છે કે તેને તમે તમારી હથેળીમાં રમાડી શકો, દુનિયાભરમાં ૮૦૦ પ્રકારની ગાય જોવા મળે છે. ચામાચીડીયુ એક સ્તનધારી પ્રાણી છે. જે ઉડી શકે છે. કૂતરા ૧૦ પ્રકારના અને બિલાડી ૧૦૦૦ પ્રકારના અવાજ કાઢી શકે છે. ઊંટ શિયાળામાં બે માસ સુધી પાણી વગર રહી શકે છે. સિંહના બચ્ચાને ર વર્ષ સુધી બોલવાની ક્ષમતા હોતી નથી. પેગ્વિન એક માત્ર પ્રાણી છે જે ખારા પાણીને મીઠું કરી શકે છે. ડોલ્ફિન એક માત્ર માછલી જે માણસની નકલ કરી શકે છે. જંગલમાં ૯૦ ટકા શિકાર માદા સિંહ કરે છે. દુનિયામાં સૌથી ઝડપી પ્રાણી ચિત્તો છે જે કલાકનાં ૧૧૩ કી.મી. ની ઝડપે દોડે છે. સિંહની ગર્જના પ કી.મી સુધી સંભળાય છે. પહાડી સિંહ અને દિપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે. પ્રાણીઓના બે વર્ગોમાં જળચર અને સ્થળપર હોય છે.