મહાત્મા ગાંધીની ૧પ૧મી જન્મજયંતિ નિમિતે
આજથી એક સપ્તાહ સુધી વિવિધ ઓનલાઇન કાર્યક્રમો યોજાશે, છાત્રો માટે વિવિધ સ્પર્ધાઓ સાથે વૃક્ષારોપણ, ફુડ પેકેટ વિતરણ કરાશે
ગુજરાત સરકારનો બેસ્ટ કોલેજનો રાજય કક્ષાનો એવોર્ડ મેળવ્યા બાદ એન.એસ.એસ. માં પણ રાજયકક્ષાના બેસ્ટ વોલંરીયર્સનો એવોર્ડ મેળવનાર કણસાગરા કોલેજના એન.એસ. એસ. અને હિન્દી વિભાગ દ્વારા ગાંધીજીની ૧પ૧મી જન્મ જયંતિ નીમીતે તા. બીજી ઓકટોબર થી ૧૦ ઓકટોબર દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું ઓનલાઇન આયોજન થયેલ છે.
કોલેજના પ્રિ. ડો. આર.આર. કાલરીયા અને સમગ્ર કાર્યક્રમોના કો-ઓર્ડીનેટર એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી જણાવે છે કે મહાત્મા ગાંધીના જીવન મૂલ્યો, સિઘ્ધાતો અને વિવિધ ઘટના પ્રસંગોથી આજના યુવા વર્ગ પરિચિત થાય એ હેતુથી ગાંધીજીના સમગ્ર જીવનને અનુલક્ષી વિવિધ સેવાકાર્યો સાથે સ્પર્ધાઓનું ઓનલાઇન આયોજન થતા સમગ્ર ગુજરાત અને દેશના વિવિધ રાજયોમાંથી જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. ડો. ગોસ્વામી જણાવે છે તા. રજી ઓકટોબર થી ૭ ઓકટો. ઓનલાઇન નેશનલ લેવલની કવીઝ કોમ્પીટીશન યોજાયેલ છે. જેમાં ભાગ લેના પ૦ ટકાથી વધુ માર્કસ મેળવે તો ઇ સર્ટીફીકેટ તમામને અને વિજેતાને વિશેષ સન્માનીત કરાશે. તા.૩ થી પ ઓકટો. દરમ્યાન એન.એસ.એસ. વોલેરીયર્સ દ્વારા સદભાવનજા વૃઘ્ધાશ્રમના સહયોગથી સૌ. યુનિ. કેમ્પસ ખાતે પ૦૦ થી વધારે વૃક્ષોનું વાવેતર અને બોલબાલા ટ્રસ્ટના સહયોગથી ફુડ પેકેટ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત કુંડારીયા ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે હિમોગ્લોબીન મેડીસીન અપાશે.
તા. ૬ થી ૯ ઓકટો. દરમ્યાન સ્ટેટ લેવલ ઓનલાઇન વકતૃત્વ નિબંધ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં માત્ર એક જ દિવસમાં ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ કુલ ૪૦૦ રજી. થયેલ છે. આ તમામ સ્પર્ધાની લીંક પર તા. પ ઓકટો. સુધી રજી થઇ શકશે, તા.૧૦ ઓકટો. સાંજે ૪ થી પ ગાંધી ભજન સંઘ્યાનું યુ ટયુબ, ફેસબુક, ઇન્ટ્રાગ્રામ પર પ્રસારણ થશે જેમાં ટી.જી.ઇ.એસ. ના સંગીતવૃંદના કલાકારો અને વિઘાર્થીઓ ઉપરાંત ઇન્ટરનેશનલ ગાયક કલાકારો સર્વ લલીતાબેન ઘોડાદ્રા, જયદેવ ગોસાઇ, વિનોદ પટેલ, ઘનશ્યામ ઝીબા અને ભકિતદાન ગઢવી કલાનું રસપાન કરાવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. આર.આર. કાલરીયા, ડો. યશવંત ગોસ્વામી, વૈશાલી મારુ, ડો. હિના ત્રિવેદી, ડો. મનોજ વ્યાસ, ડો. પ્રેરણા બુચ, વિવેક ઉપાઘ્યાય, હિતેષ ગોસ્વામી અને એન.એસ.એસ. વોલટીયર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. ગાંધી ભજન સંઘ્યામાં પ્રસંગે દિલ્હીથી એન.એસ.એસ. ના રાષ્ટ્રીય અધિકારી ડો. કમલ કુમારકર, સૌ. યુનિ. ના કુલપતિ ડો. પેથાણી અને ઉપકુલપતિ ડો. દેસાણી પ્રાસંગીક ઉદબોધન આપશે.