ટ્રાન્સપોર્ટેશન પેટે નિકળતી રકમ પણ ન આપી આપેલા ચેક બાઉન્સ થતા ફરિયાદ નોંધાવી

ગાંધીધામ સ્થિત ટ્રાન્સપોર્ટ પેઢી પાસે નોઇડા આવેલી વીંન્ડ કંપનીએ સામાન હેરફેર કરાવી ટ્રાન્સપોર્ટેશન પેટે નિકળતી રૂ.૨૧.૫૦ કરોડ ન ચુકવી અને પેમેન્ટ માટે આપેલા ચેક પણ બાઉન્સ થતાં કંપનીના માલિક અને સીઇઓ સહિત ચાર વિરૂધ્ધ પેઢી માલિકે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અગ્રવાલ ફ્રેઇટ કેરિયર, શ્રીજી વેન્ચર (એએફસી લોજિસ્ટિક) અને અસ્મીત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની ત્રણ સંયુક્ત ભાગીદારી વાળી પેઢીના ટ્રાન્સપોર્ટર શૈલેષભાઇ હજારીલાલજી ગોયલે ફરિયાદ નોંધાવી છે કે, તેમની ત્રણ પેઢીના ૧૧૨ જેટલા ટ્રેઇલરો ચાલે છે. વર્ષ-૨૦૧૨-૧૩માં નોઇડા ફીલ્મ સિટી સ્થિત આઇઓનેક્ષ વીન્ડ લી. તથા આઇઓનેક્ષ વીન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ કંપનીના ડાયરેક્ટરો રાજીવ ગુપ્તા અને વિનિત ડેવિડ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના આધારે તે કંપનીના સાધનોનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું નક્કી કરાયું હતું જેના એગ્રીમેન્ટ પણ કરાયા હતા. ત્યારબાદ નક્કી થયા મુજબ વિજાપુર (કર્ણાટક), આટકોટ, સાવરકુંડલા સુરેન્દ્રનગર જિલ્લા, કચ્છ જિલ્લાના દયાપર અને રવાપર પવનચક્કીના મટિરિયલ બગોદરા ગુજરાત અને હિમાચલપ્રદેશથી ટ્રાન્સપોર્ટેશન કરાયું હતું.

નોટ બંધી અને લોકડાઉન બાદ આવા બનાવો વધી રહ્યા છે ત્યારે એક ગાંધીધામ મા ટ્રાન્સપોર્ટેશન પેટે ભાડા તથા સિવિલ જોબના ત્રીસેક કરોડ રૂપિયા લેવાના નિકળતા હતા. આ બાબતે જેમની સાથે વાત થયેલી તે કંપનીના ડાયરેક્ટરો રાજીવ ગુપ્તા અને વિનિત ડેવિડને વાત કરતાં તેમણે ક઼પનીના માલિક દેવાંશ જૈન અને સીઇઓ કૈલાશ તારાચંદાણી સાથે મુલાકાત કરાવી હતી જેમાં તેમણે વિશ્વાસ આપ્યો હતો કે તમારું પેમેન્ટ જે બાકી રહે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.