રોહિતે આઇપીએલ કેરિયરની ૩૮મી ફિફ્ટી મારી, અને ૫૦૦૦ રન મારનાર ખેલાડીના લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું
આઇપીએલ એ જમાવટ લેવાની શરૂઆત કરી છે. સીઝનની ૧૩મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયનસ વચ્ચે દુબઇ ખાતે રમાઈ હતી. મુંબઇ ઇન્ડિયન્સ એ પંજાબ ને ૪૮ રનથી હરાવ્યું હતું. મેચ જીતવામાં પોલાર્ડ, હાર્દિક અને રોહિતનો મહત્વનો ફાળો રહ્યો હતો. મુંબઇએ ૧૯૧ રન માર્યા હતા. જેથી ૧૯૨નો પંજાબ ને લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈના બેટ્સ મેન પોલાર્ડએ પોતાનો પાવર બતાવ્યો હતો. ત્યારે હાર્દિક પોતાનો પંચ પાવર બતાવતી રમત રમ્યો હતો. રોહિત શર્મા દ્વારા પોતાની ફૂલેહ બતાવી ટીમને જીત નજીક લાઇ ગયા હતા. ત્રણેય ખેલાડીઓ દ્વારા ધુવાધાર બેટિંગ કરવામાં આવ્યું હતું.
આઇપીએલની ૧૩મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને અબુ ધાબી ખાતે ૪૮ રને હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ પંજાબને ૧૯૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે પંજાબ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૩ રન જ કરી શક્યું હતું. પંજાબની આ મુંબઈ સામે સૌથી મોટી જીત રહી છે. પંજાબ તસરફથી રમતા નિકોલસ પૂરને ૪૪ રન કર્યા હતા. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટ્ટીન્સને ૨-૨ વિકેટ લીધી હતી.
૧૯૨ રનનો પીછો કરતાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે ૫.૪ ઓવરમાં માત્ર ૩૯ રન કરીને ૨ વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ એ ૮ બોલમાં ૩ ફોરની મદદથી ૨૫ રન કર્યા હતા. તે પછી કરુણ નાયર ત્રીજા બોલે ખાતું ખોલાવ્યા વગર કૃણાલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, જ્યારે લોકેશ રાહુલ સ્વીપ રમવા જતાં રાહુલ ચહરની બોલિંગમાં બોલ ચૂકી ગયો હતો અને બોલ્ડ થયો હતો. તેણે ૧૯ બોલમાં ૧ ફોરની મદદથી ૧૭ રન કર્યા હતા. નિકોલસ પૂરન જેમ્સ પેટ્ટીન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૨૭ બોલમાં ૩ ફોર અને ૨ સિક્સની મદદથી ૪૪ રન કર્યા હતા. એ પછી ગ્લેન મેક્સવેલ ૧૧ રને રાહુલ ચહરની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ લીગમાં પોતાની ૩૮મી ફિફટી ફટકારી હતી . અને મેચમાં ૭૦ રન કર્યા હતા. તેમજ કાયરન પોલાર્ડે ૪૭ રન, હાર્દિક પંડ્યાએ ૩૦ અને ઈશાન કિશને ૨૮ રન કર્યા હતા. પોલાર્ડ અને હાર્દિકે ૨૩ બોલમાં ૬૭ રનની ભાગીદારી કરી હતી. મુંબઈએ છેલ્લી ૫ ઓવરમાં ૮૯ રન ફટકાર્યા હતા. પંજાબ માટે શેલ્ડન કોટરેલ, મોહમ્મદ શમી અને કે. ગૌથમે ૧-૧ વિકેટ લીધી હતી.
રોહિત શર્માએ આઇપીએલમાં ૩૮મી ફિફટી મારીને આઉટ થયો હતો. તેણે ૪૫ બોલમાં ૮ ફોર અને ૩ સિક્સની મદદથી ૭૦ રન કર્યા હતા. આઇપીએલમાં સૌથી વધુ ફિફટી મારવા બદલ રોહિતે સુરેશ રૈનાની બરાબરી કરી હતી. બંને ખેલાડીઓ એ આઇપીએલમાં ૩૮-૩૮ ફિફટી મારી છે. રોહિતે આઇપીએલમાં ૫ હજાર રન પૂરા કર્યા છે. તેણે ૧૯૨મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેની પહેલાં માત્ર બે બેટ્સમેન જ આ અચીવમેન્ટ મેળવી શક્યા છે. વિરાટ કોહલીએ ૧૭૮ મેચમાં ૩૭.૬૮ની સરેરાશથી ૫,૪૨૬ રન બનાવ્યા છે, જ્યારે સુરેશ રૈનાએ ૧૯૩ મેચમાં ૩૩.૩૪ની સરેરાશથી ૫,૩૬૮ રન બનાવ્યા છે.ઈશાન કિશને ૩૨ બોલમાં ૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૮ રન કર્યા હતા. તેણે રોહિત સાથે ત્રીજી વિકેટ માટે ૬૨ રનની ભાગીદારી કરી હતી. મુંબઈની શરૂઆત ખરાબ રહેતાં તેમણે ૨૧ રનમાં ૨ વિકેટ ગુમાવી હતી.
કવિન્ટન ડી કોક મેચની પહેલી ઓવરમાં શૂન્ય રને શેલ્ડન કોટરેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કોટરેલે આ ઓવર મેડન નાખી હતી. એ પછી સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમી દ્વારા રનઆઉટ થયો હતો. સૂર્યકુમારે ૭ બોલમાં ૨ ફોરની મદદથી ૧૦ રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સે ૨૦મી ઓવારમાં ૨૫ રન કર્યા હતા.