બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની બેઠકમાં નિર્ણય: મુદત સુધીમાં ફોર્મ નહીં ભરનાર વકીલાત નહી કરી શકે
ભારતના વકીલોનો નકકી કરેલા ઓન લાઇન ફોર્મની વિગતો ભરવાનો આદેશ સુપ્રીમ કોર્ટની ઇ-કમીટી દ્વારા કરવામાં આવેલો હતો અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી મુકકર કરવામાં આવી હતી.
બાર કાઉન્સીલર ઇન્ડીયાના અનેક બાર કાઉન્સીલો અને બાર એસો. દ્વારા આ મુદત લંબાવવાની માગણી કરેલી હતી અને લોકડાઉન દરમ્યાન ઘણા વકીલો પ્રેકટીસ ફોર્મ ભરવામાં રહી ગયેલ છે તેમ જણાવેલું હતું.
બાર કાઉન્સીલ ઇન્ડીયાની સોમવારે મળેલી જનરલ કાઉન્સીલની મીટીંગમાં તમામ હકીકતને ઘ્યાને લઇ અને ઓનલાઇન પ્રેકટીસ ફોર્મ ભરવાનો સમય લંબાવી ને ૧પમી નવેમ્બર સુધીનો કરવાનો નિર્ણય ચેરમેન મનનમીશ્રીએ કર્યો છે.
આ મુદત સુધીમાં જે વકીલો ફોર્મ ભરવામાં નિષ્ફળ જશે તો તેમને વકીલાત ક્ષેત્ર થી દુર કરવામાં આવશે અને વકીલાત નહી કરી શકે તેમ બાર કાઉન્સીલ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલેની યાદીમાં જણાવાયું છે.