કલકત્તાના મરધીમ બેસ્ટમેનો પણ ના ચાલ્યા; ૮ પ્લાયરો બે આંકડાનો પણ સ્કોર કરી શક્યા નહી….
આઈપીએલની મેચો જેમ જેમ રમાતી જાય છે તેમ તેમ રોમાંચક બનતી જાય છે. ગઈ કાલે રમાયેલ આઈપીએલની ૧૨ મી મેચ કલકત્તા અને રાજસ્થાન વચ્ચે રામાઇ હતી. જેમાં કલકતાએ રાજસ્થાન સામે રોયલ જીત મેળવી હતી. ગઈ કાલની મેચમાં નવણીયો નંદવીગયો જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. મેચમાં બિન અનુભવી ખેલાડી રમી ગયો હતો. મોટા મોટા મરધીમોને પાછળ રાખી નવો આવેલો ખેલાડી આગળ નીકળી ગયો હતો. રાજસ્થાન ના સારા એવા ૮ પ્લાયર બે ડીજીટ નો સ્કોર કરી શક્યા ન હતા. રાજસ્થાન માટે ટારગેટ સુધી પોહચી શકવા માટે સક્ષમ હોવા છતાં હાથમાં રહેલો મેચ જતો કર્યો હતો.
આઇપીએલ ૧૩મી સીઝનની ૧૨મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને ૩૭ રને હરાવ્યું હતુ. કોલકાતાએ રાજસ્થાનને ૧૭૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન ૯ વિકેટે ૧૩૭ રન જ બનાવી શક્યું હતું. રાજસ્થાનના ૮ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહોતા. કોલકાતાની જીત પાછળ ના હીરો શિવમ માવી અને કમલેશ નાગરકોટી રહ્યા હતા. બંને બોલરોએ ૨-૨ વિકેટ લીધી હતી. રાજસ્થાનની આઇપીએલ માં આ સીઝનની પહેલી હાર બની છે.
કોરોનાની મહામારીને કારણે પહેલાતો આઇપીએલ રમવા પર કોઇ નિર્ણય થઈ શકતો ન હતો. અંતે સરકારની કોરોનાની ગાઈડ લાઈન અને કોરોના સંક્રમણન ફેલાય તે રીતે આઇપીએલ દુબઇ ખાતે રમવાની પરવાનગી આપવામા આવી હતી. ત્યારે ૧૨ મેચો રમાયા બાદ પ્રથમ વખત નિયમ તૂટ્યો હતો. કોલકાતાની બેટિંગની ત્રીજી ઓવરમાં આઇપીએલમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો. રાજસ્થાનના ફિલ્ડર રોબિન ઉથપ્પાએ જયદેવ ઉનડકટની બોલિંગમાં સુનિલ નારાયણનો કેચ છોડ્યો. તે પછી તેણે ભૂલથી બોલ પર થૂંક લગાવી હતી. કોરોનાને કારણે આઈસીસીએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દરેક ઇનિંગ્સમાં ટીમને ૨ વાર થૂંક લગાવવા પર વોર્નિંગ આપવામાં આવે છે. ત્રીજી વાર ભૂલ થાય તો વિરોધી ટીમના ખાતામાં ૫ રન ઉમેરવામાં આવે છે.
રાજસ્થાન રોયલ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેમણે ૪૨ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટીવ સ્મિથ પેટ કમિન્સની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે ૭ બોલમાં ૩ રન કર્યા હતા. તે પછી સંજુ સેમસન પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. તે ૮ રને આઉટ થયો હતો. જ્યારે જોસ બટલર પણ આઉટ થયો હતો. તેણે ૧૬ બોલમાં ૧ ફોર અને ૨ સિક્સની મદદથી ૨૧ રન કર્યા હતા. આઇપીએલ ૨૦૨૦ની ૧૨મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૪ રન કર્યા હતા. નાઈટ રાઈડર્સ માટે યુવા ઓપનર શુભમન ગિલે સર્વાધિક ૪૭ રન કર્યા હતા. જ્યારે ઓઇન મોર્ગને ૩૪ રન, આન્દ્રે રસેલે ૨૪ રન અને નીતીશ રાણાએ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે ૨ વિકેટ, જ્યારે જયદેવ ઉનડકટ, રાહુલ તેવટિયા, ટોમ કરન અને અંકિત રાજપૂતે ૧-૧ વિકેટ લીધી.
ઓપનર શુભમન ગિલે પોતાનો સારો દેખાવ જારી રાખતા ૩૪ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સની મદદથી ૪૭ રન કર્યા હતા. અગાઉ શરૂઆતમાં ઓપનર સુનિલ નારાયણ ૧૫ રને જયદેવ ઉનડકટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. નારાયણ શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોબિન ઉથપ્પાએ ઉનડકટની બોલિંગમાં તેનો સરળ કેચ છોડ્યો હતો. ત્રીજા ક્રમે રમવા આવેલો નીતીશ રાણા ૨૨ રને રાહુલ તેવટિયાની બોલિંગમાં લોન્ગ-ઓફ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો.