પુંચ વિસ્તારમાં પાક દ્વારા એક મહિનામાં ૪૬ વાર યુધ્ધ વિરામનો ભંગ કરાયો
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા અનેકવાર લાઈન ઓફ ક્ધટ્રોલ એલઓસીનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરાતો હોય છે. અનેકવાર ઝડબાતોડ જવાબ મેળવ્યા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ લેતુ નથી પાકિસ્તાની સૈન્ય દ્વારા વધુ એકવાર યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. એલઓસી પર જમ્મુ કાશ્મીરનાં પુંચ જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે ગોળીબારી અને તોપમારો કરવામાં આવ્યો હતો. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સૈન્યએ વધુ એક વાર યુધ્ધ વિરામનો ભંગ કરી એલઓસી પર જમ્મુ કાશ્મીરનાં પૂંચ જિલ્લા પર ભારે તોપમારો કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ તેનો મુંહ તોડ જવાબ આપ્યો હતો. લગભગ ૬.૪૫ વાગ્યે પાકિસ્તાન યુધ્ધ વિરામનો ભંગ કરીને ફાયરીંગ અને મોર્ટોર હુમલો કરી મનકોટ ક્ષેત્રમાં અફડાતફડી મચાવી દીધી હતી.
છેલ્લા ૩ દિવસથી પાકિસ્તાને આ વિસ્તારમાં ગોળીબાર ચાલુ રાખતા કેટલાય પશુઓને ઈજાઓ થઈ હતી આ મહિનામાં પાકિસ્તાન સૈના દ્વારા ૪૬મી વાર યુધ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો છે.
૫મી સપ્ટે. આજ પરિસ્થિતિમાં અહી એક સૈનિક અને અન્ય બેના મૃત્યુ નિપજયા હતા. સપ્ટે. બીજીએ રાજોરી વિસ્તારમાં સીઝફાયરની ઘટના દરમિયાન એક જુનિયર કમાન્ડરનું મૃત્યુ નિપજયું હતું.