વિશ્વના નકશા પર જૂનાગઢનો તારલો ચમકયો
૬૨ ટકા બધિર રોહમ ઠાકરે મોદીના ૫૧ ચિત્રો આબેહુબ દોરી વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો
સોરઠના એક ૧૭ વર્ષીય તરૂણે હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકર્ડબ્રેક કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કરી, જૂનાગઢ નું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે, ૬૨ % બધીર એવા આ તરુણે માત્ર ૩ સ ૪ ની ફ્રેમ માં ૫૧ જેટલા વડાપ્રધાન મોદીના આબેહૂબ ચિત્રો દોરી, મુંબઈની એક ચિત્રકારાંનો વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરી, આ સિદ્ધિ હાંસિલ કરતા જૂનાગઢ ખાતે આ તરૂણનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે એક મંદિરમાં પૂજારી તરીકે સેવા અર્ચના કરતા ધર્મેન્દ્રભાઈ ઠાકરનો ૧૭ વર્ષીય પુત્ર રોહન ૬૨% બધીર હોવા છતાં, રોહન ઠાકરે કોરોનાના સમયમાં ૧૫ દિવસની જહેમત ઉઠાવી, વડાપ્રધાનના બાળપણથી લઈને હાલના કોરોના સમય સુધીના ૫૧ જેટલા ચિત્રો ૩ સ ૪ ની ફ્રેમમાં બનાવી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
માતા નમ્રતાબેન અને દીદી મિલીના સતત પ્રોત્સાહન સાથે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા આ બાળકે માત્ર અઢી વર્ષની વયે હાથી નું પ્રથમ ચિત્ર બનાવ્યું હતું અને ત્યારબાદ કોઈ પણ કલા શિક્ષકની તાલીમ વગર ૧૪ વર્ષથી આ બાળક ચિત્રકલા ક્ષેત્રે પોતાની અંદરની કળાને કાગળ, કેનવાસ પર ઉતારી રહ્યો છે, અને ૧૨ જેટલા નેશનલ, પાંચ જેટલા ઇન્ટરનેશનલ એવોર્ડ અને ૨૦૧૯ માં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ નું ચિત્ર બનાવી, તેમની શુભેચ્છા પ્રાપ્ત કરવાની સાથે તાજેતરમાં રોહન ઠાકરે એક જ ફ્રેમમાં ૫૧ ચિત્રો બનાવી મુંબઈની એક ચિત્રકાર નો જે વર્લ્ડ રેકોર્ડ હતો તે તોડી હાઇ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જે બદલ તેમને ચંદ્રક અને પ્રશસ્તિ પત્ર ગુજરાતના હાઇ રેન્જ બુક ઓફ રેકોર્ડ ના કો-ઓર્ડિનેટર સ્વપ્નિલ આચાર્ય ખાસ જૂનાગઢ આવી, સન્માન સમારોહમાં અર્પણ કર્યો હતો. રોહન ઠાકોરે જણાવ્યું હતું કે, મે કોઈપણ તાલીમ શિક્ષકોની તાલીમ લીધા વગર કુદરતે મને કંઈક ઓછું આપ્યું છે, પરંતુ મારે દુનિયા ને કંઈક વધુ આપવું છે, એ ભાવના સાથે હું આ કલા ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું, મારા પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ મધ્યમ હોવા છતાં અનેક નિષ્ફળતા અને મુશ્કેલીઓનો સામનો કરી મેં કલાક્ષેત્રે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેમાં મારી માતા નમ્રતાબેન, પિતા ધર્મેન્દ્રભાઈ અને દીદી મિલીનો મોટો ફાળો રહેલો છે.