ગાંધીધામ નગરપાલિકાના વિસ્તારમાં અવાર નવાર લોકોની ફરિયાદ હોવા છતાં નગરપાલિકા દ્વારા ગેરવહિવટને લઇને લોકો બૂમરાડ પાડી રહ્યા છે. રજુઆત કરવામાં આવ્યા છતાં પગલાં ભરાતા નથી. આવા કેટલાક કિસ્સાઓને કારણે પાલિકા પર હવે લોકોને ભરોસો ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ગુરૂકુળ વિસ્તારમાં ગટરના પાણી મુદ્દે રહિશોના આકરા તેવર પછી પણ સંપૂર્ણ રીતે આ પોશ વિસ્તારમાં સમસ્યા ઉકેલી શકાઇ ન હતી. રસ્તા પર પડેલા ખાડા દૂર કરવા કરેલી માગણીને પણ નજર અંદાજ કરતાં ગુરૂકુળ યુથ ક્લબે રૂ.૨ લાખનો ફાળો એકત્ર કરીને રોડ બનાવી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું હતું. હવે વરસાદ બાદ માખી-મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે તેને લીધે રોગચાળો વધુ ન વકરે તે માટે માનવતા ગૃપને સાથે રાખીને શેરીઓમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની કામગીરીથી નારાજ થઇને સંસ્થાઓએ શરૂ કરેલા આ વ્યાયામમાં પ્રકાશ ઠક્કર, જે.જે.ઠક્કર, દિનેશભાઇ શર્મા, વિપુલભાઇ, મનોજભાઇ પટેલ, મુળજીભાઇ ગઢવી, માનવતા ગ્રૂપ સંસ્થાના ગોવિંદભાઇ દનિચા વગેરે જોડાયા હતા.
Trending
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત
- રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
- દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા નંબરે
- પાન કાર્ડમાં કયુઆર કોડ પણ હશે: પાન-02 પ્રોજેકટને બહાલી
- ભાવનગરના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા
- જયંતિ સરધારા પર હુમલો પાટીદાર સમાજમાં ‘ઉભા ફાડિયા’ સમાન?