કાલાવડ-રાજકોટ હાઈવે રોડ, આણંદપર ચોકડી પાસેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે એસઓજીની ટીમે પકડી પાડયો છે. પોલીસ અધિક્ષક દિપન ભદ્રન દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એસઓજીને સુચના કરતા તે અનુસંધાને બાતમીના આધારે કાલાવડ-રાજકોટ હાઈવે રોડ, આણંદપર ચોકડી પાસેથી આરોપી નરેશભાઈ વિશાભાઈ ઝાપડા જાતે.ભરવાડ (ઉ.વ.૨૮, ધંધો-ડ્રાઈવીંગ, રહે.સરવાણીયા ગામ તા.કાલાવડ, જી.જામનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા નંગ-૧ કી.રૂા.૭૦૦૦ તથા એક મોબાઈલ ફોન કી.રૂા.૫૦૦૦/- તથા એક સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કી રૂા.૨૫,૦૦૦/-ની સાથે પકડી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
Trending
- Lookback Politics 2024 : ભારતીય રાજકારણીઓ જેમણે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
- ન હોય… આપણા શરીરમાં પણ એલિયન જેવા જીવો ઘર કરી ગયા છે
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો
- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ભરચક્ક: ભાવે ખેડુતોને રાતાપાણીએ રડાવ્યા