વાયરલ ઇન્ફેકશન રહેશે તમારાથી સો કદમ દૂર
આયુર્વેદિક ઉકાળો તમામ પ્રકારની વાયરલ બીમારીઓ સામે રક્ષણ આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને દરેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી દેશી પદ્ધતિથી બનવેલો ઉકાળો પૂરું રક્ષણ આપે છે.આ ઉકાળો રસોઈઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓમાંથી જ બને છે.રેગ્યુલર આ ઉકાળો પીવાથી શરદી, ઉધરસ , તાવ સહિતના અનેક વાયરલ ચેપથી બચી શકાય છે.ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બનેલો આ ઉકાળો કોરોના જેવી બીમારીમાં પણ કારગત સાબિત થયો છે. ચાલો જાણીએ કેવી રીતે બને છે આયુર્વેદિક ઉકાળો.
કેવી રીતે બનાવશો ઉકાળો?
ઉકાળો બનાવવા માટે જોઈશે આદુ , લીંબુ , ફુદીનાના પાન , તુલસીના પાન , તજ ,લવિંગ ,મરીદાણા , સંચળ પાવડર , મીઠું , હળદર પાવડર અને જરૂર મૂજબ પાણી. ઉકાળાની આ તમામ સામગ્રી મોટા ભાગના ઘરોમાં ઉપલબ્ધ હોય જ છે.
ઉકાળો બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં જરૂર મુજબ પાણી લઈ ગેસ પર ગરમ કરવા મુકો. હવે તેમાં દસથી પંદર જેટલા તુલસીના પાન ઝીણા સમારીને નાખો. ત્યારબાદ તેમાં દસ બાર જેટલા ફુદીનાના પાન પણ સમારીને નાખવા. હવે તેમાં એક આદુનો ટૂકડો ખમણીને ઉમેરવો ત્યારબાદ મરીનો પાવડર , મીઠું ,હળદર અને સંચળ જરૂર પ્રમાણે નાખો. હવે તેમાં એકાદ લીંબુનો રસ ઉમેરો ત્યારબાદ તજનો ટુકડો અને બે ત્રણ લવિંગ નાખી બરાબર ઉકાળો અંદાજે પાંચથી દસ મિનિટ આ સામગ્રી વાળું પાણી ઉકાળવાનું.
બસ તૈયાર છે હોમમેડ આયુર્વેદિક ઉકાળો જે શરદી ઉધરસ તાવ જેવા અનેક વાયરલ ઇન્ફેકશનમાં આપે છે સો ટકા રક્ષણ. આ રીતે ઘરે જ આયુર્વેદિક ઉકાળો બનાવી રેગ્યુલર પીવાથી કોરોનાથી પણ બચી શકાય છે. આ ઉકાળામાં તમે અરડૂસીનાં પાન અને અજમો પણ નાખી શકો છો. બાળકોને પણ ચોક્કસથી આ ઉકાળો ભાવશે.