રોકડ, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. ૧.૬૩ લાખનો મુદામાલ કબ્જે
ગોંડલ તાલુકાના શેમળા, ભાડલાના કમળાપુર ગામે અને વિરપુરમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા ૧ર શકુનીને ઝડપી રોકડ ત્રણ બાઇક અને ચાર મોબાઇલ મળી કુલ રૂ. ૧.૬૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ગોંડલ તાલુકાના શેમળા ગામે લક્ષ્મણ બચુભાઇ દોંગાની વાડીમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી તાલુકા પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડી જુગાર ખેલતા વાડી માલીક લક્ષ્મણ દોંગા, ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, માનસિંગ ચાવડા, મુકેશ લાલજી સોરઠીયા અને ભરત ઠાકરશી નામના પત્તાપ્રેમીઓને ઝડપી રૂ ૮૫ હજારની રોકડ ત્રણ બાઇક અને ચાર મોબાઇલ મળી કુલ રૂ. ૧.૫૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
બીજો જુગાર દરોડો ભાડલાના કમળાપુર ગામે પાડી જુગાર રમતા હકા ગાંડાભાઇ વેજીયા, રાજેશ તળશીભાઇ ધરજીયા, વસંત મેધાભાઇ વાવડીયા, અને વલ્લભ કરશનભાઇ વાછાણી નામના શખ્સોને પોલીસે રૂ. ૫૨૩૪ ની રોકડ સાથે ઝડપી લીધા છે.
જયારે ત્રીજો જુગારનો દરોડો વિરપુર પોલીસે જલારામનગરમાં પાડી જુગટુ રમતા રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુ નટુભાઇ ગુજરાતી અને પ્રવિણ મનજીભાઇ મકવાણા નામના શખ્સને રૂ. ૮૨૦ ની રોકડ સાથે ધરપકડ કરી છે.