ભારત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ નવી દિલ્હી દ્વારા ૧૨મી પંચવર્ષીય યોજના અન્વયે, શાળામાં ધો.૬ ી ધો.૧૦માં ભણતા બાળકોને સાયન્સ પ્રોજક્ટ બનાવવા માટે નાણા આપવામાં આવે છે. વર્ષ-૨૦૧૭ી સ્ટાર્ટ અપ ઇન્ડિયાના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવેલ નવી ઇન્સ્પાયર એવોર્ડ માનક યોજના અન્વયે પસંદ કરવામાં આવેલા વિર્દ્યાીઓને રૂ.૧૦ હજાર આપવામાં આવે છે. વર્ષ-૨૦૨૦ માટે ઇન્સ્પાયર એવોર્ડ-માનક નોમિનેશન કરવામાં આવી રહ્યું છે. ધો.૬ ી ધો.૮ ધરાવતી જિલ્લાની તમામ શાળાઓ તા ધો.૯ અને ધો.૧૦ ધરાવતી શાળાઓનું વેબસાઇટ http:www.inspireawards-dst.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તા નોમિનેશન કરાવવાનું રહે છે. જે શાળાઓએ અગાઉના ગર્ષોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે શાળાઓએ જુના રજીસ્ટ્રેશની જ લોગીન કરી નોમિનેશન કરવાનું રહેશે. નોમિનેશન કરતી વખતે રોજબરોજની સમસ્યાઓ પ્રશ્નોના સમાધાનરૂપેનો ઇનોવેટિવ ઉકેલ-આઇડિયા લેખિત સ્વરૂપે (૧૦૦ ી ૧૫૦ શબ્દોમાં) એક સાદા ફુલસ્કેપ પેજમાં તૈયાર કરી ઓનલાઇન અપલોડ કરવું ફરજિયાત છે.
તમામ પ્રામિક અને માધ્યમિક શાળાઓને સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં વેબસાઇટ http:www.inspireawards-dst.gov.in પર નોમિનેશન કરાવી લેવું. આ અંગે કોઇપણ પ્રકારનો પ્રશ્ન કે મૂંઝવણ હોય તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાનો સંપર્ક કરવો. હેલ્પ ડેસ્ક ૯૬૩૮૪ ૧૮૬૦૫, ૯૪૨૯૮ ૭૩૪૬૯૭૩૪૬૯ છે. દેશની ભાવિ પેઢી ઉચ્ચ બુધ્ધિશાળી અને પ્રતિભાશાળી બને તે માટે સરકાર દ્વારા કરવામાં આવતા આ એક ઉમદા પ્રયાસમાં સૌને જોડવા તા તમામ શાળાઓ રજીસ્ટ્રેશન-નોમિનેશન કરાવે તેવા તમામ પ્રયાસો કરવા આચાર્યઓને અને બીઆરસી કો-ઓર્ડિનેટરઓને, વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.