રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સા સૌનો વિકાસ સો શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલ દ્વારા કુલ રૂ.૧.૭૪ કરોડના પ્રજાલક્ષી વિકાસ કામો મંજુર કરાવવામાં આવ્યા.
જેમાં, વોર્ડ નં.૦૨માં આવેલ ગીતગુર્જરી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, એરપોર્ટ રોડ પાસે આવેલ વંદન વાટિકા સોસાયટી, ગ્રીન પાર્ક સોસાયટી, દિવ્ય સિધ્ધી પાર્ક, શ્રીજી નગર, પત્રકાર સોસાયટી મેઈન રોડ, બહુમાળી ભવન પાછળનો રોડ, ભોમેશ્વર પ્લોટ તા જાગૃતિ શ્રમજીવી સોસાયટી પાર્ટ વિગેરે વિસ્તારોમાં રસ્તાની સાઈડના પડખામાં રૂ.૧.૭૪ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ મંજુર કરાવવામાં આવ્યું. આ કામ વાી વિસ્તારવાસીઓને વધુ સારા રોડ રસ્તાની સુવિધા મળી રહેશે.