કોરોના પોઝીટીવ આવતા જ ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સ્થિતિ કથળતા લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ પર રખાયા હતા
વિશ્વ પ્રસિઘ્ધ પાર્શ્વગાયક એસ.પી. બાલા સુબ્રમણ્યમની ચેન્નઈની હોસ્પિટલમાં કોવિડ ૧૯ના જંગ સામે અંતે જીવન હારી ગયા હતા અને કરોડો ચાહકોને આંચકો આપી આજે મહાન કલાકારે આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ચેન્નઈ હોસ્પિટલના હેલ્થબુલેટીમાં ગુવારે મોડીસાંજે બતાવાયું હતુ તેમની હાલત અતિ ગંભીર અને લાઈફ સ્પોટ સિસ્ટમ પર રાખી હોવાનું નાયબ મહાનિર્દેશક ડો. અનુરાધા ભાસ્કરે જણાવ્યું હતુ તેમને લાઈફ સ્પોટીંગ ઉપકરણોને સહારે રાખવામાં આવ્યા હતા. એસ.પી. બાલા સુબ્રમણ્યમને ૫મી ઓગષ્ટે કોવિડ ૧૯ના પ્રારંભીક હળવા લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા હતા આજ દિવસે બાલાસુબ્રમણ્યમે સોશ્યલ મિડિયા પર વિડિયો મૂકીને પોતે સ્વસ્થ હોવાનું અને કોઈપણ જાતનાં અવરોધ વગર પોતે સારી રીતે આરામ કરી શકે તે માટે દવાખાનામાં દાખલ થયા હોવાનું પસંદ કર્યું હતુ. ૧૩મી ઓગષ્ટે અચાનક ઓકિસજનનું પ્રમાણ ઘટવા લાગતા તેમને આઈસીયુમાં દાખલ કરી લાઈફ સપોટીંગ સિસ્ટમ ઉપર લેવાયા હતા. તેમને ડો. વિશાબાનાઝેગમ એ પાર્શ્ર્વગાયકને પ્લાઝમાં થેરેપી અને રેકોડેસીવિર સ્ટેરોઈડ લોહીના ગઠ્ઠાઓ દૂર કરવામાં આવ્યા હતા. તેમને ફિઝીયો થેરેપી અને ઓકિસજનનું પ્રમાણ સુધરે તેવી સારવાર અપાઈ રહી હતી.૧૮ મી ઓગષ્ટ તેમની હાઈ સ્ટેરાઈલયુનીટમાં દવાખાનાના છઠ્ઠા માળે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને વેન્ટીલેટર પર લઈ લેવામાં આવ્યા હતા. આજે સવારે એસ.પી.બાલા સુબ્રમણ્યમના જીવનનાં રાગ અચાનક બદલાવવા લાગ્યા હોય તેમ કોરોના સામે જજુમી રહેલા એસ.પી.ના લાઈફસપોર્ટીંગ સિસ્ટમના ઉપકરણો કુદરત સામે વામણા પુરવાર થવા લાગ્યા હોય તેમ તેમની તબિયત નાજુક થતી રહી હતી અને અંતે તેમનું નિધન થયાનું હોસ્પિટલના તબીબોએ સતાવાર જાહેર કર્યું હતું.