પોતાની જાત કરતા પણ ઈશ્ર્વરને અધિક પ્રિય ગરીને ધ્યાન ભજન કરો, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એના ભકતો તરફ એને અનહદ પ્રેમ છે.
એમની સમક્ષ એ પ્રગટ થયા વિના રહેજ નહી મનુષ્ય એની શોધમાં નીકળી તે પહેલા જ એ તેને આવીને મળે છે. ઈશ્ર્વરની વધુ નિકટ વધુ પ્રિય મનુષ્યનું બીજુ કોઈ નથી.
- પ્રેમ અને ભકિત મેળવવા માટે એકાંતવાસની જરૂર છે.
માખણ કાઢવું હોય તો પ્રથમ દૂધનું દહી કરવા માયે તેને એકાંતમા સ્થિર મૂકી રાખવું જોઈએ.
હલાવ હલાવ કરીએ તો દહી કે માખણ કશું પણ ના બને, દહી થયા પછી તેને એક સ્થળે રાખીને ખૂબ વલોવવું જોઈએ તો જ માખણ નીકળે હું અને મારૂ એ નું નામ અજ્ઞાન
– રામકૃષ્ણ પરમહંસ