વીવીપી એન્જી. કોલેજ દ્વારા મંતવ્યો રજુ કરતા મહાનુભાવો
હાલના હાઈસ્પીડ ઈન્ટરનેટના યુગમાં કોમ્યુનિકેશનના માધ્યમોમાં આવેલા ટેકનોલોજીકલ રીસર્ચ અને ડેવલપમેન્ટના પરિણામે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન બ્રાંચનો ભવ્ય ઉદય થઈ રહ્યો છે. સેટેલાઈટ ટેલિવિઝન, સ્માર્ટ મોબાઈલ કોમ્યુનિકેશન, ઈલેકટ્રોનિકસ ઓટોમેશન, ઈન્ટરનેટ ઓફ થીગ્ઝ જેવા ટેકનોલોજીના નવા આયામો અને કોવિડ-૧૯ના કારણે ચાઈનીઝ આઈટમનો બહિષ્કાર અને આયાત પર નિયંત્રણ મુકાતા ભારત દેશ કે જે આત્મનિર્ભર ભારતના સુત્ર નીચે તમામ ઈલેકટ્રોનિકસ સાધનોનો ભારત દેશમાં નિર્માણ કરવા જઈ રહ્યો છે અને હજારો ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આ ઉધોગમાં કરવા જઈ રહ્યો છે ત્યારે ચોખ્ખુ જણાય છે કે આવનાર યુગ ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનનો રહેશે.
આરોહી એમ્બેડે સિસ્ટમ પ્રા.લી.ના સીઈઓ પરેશભાઈ બાબરીયા જણાવે છે કે, આવનાર ઈલેકટ્રોનિકસ યુગમાં ઈન્ટરનેટ ઓફ થીગ્ઝમાં ઘણુ બધુ નવુ ડેવલપમેન્ટ થશે. ફકત મેન્યુફેકચરીંગ ઉત્પાદન વિભાગમાં નહીં પણ ડિઝાઈન અને ડેવલપમેન્ટમાં ઈ.સી. ઈજનેરોને પુષ્કર તક મળશે. કોડીંગ ટેકનોલોજીમાં ધણા બધા સ્કીલ્ડ કોડ ડેવલપર્સ એન્જીનીયર્સની જર ઉભી થશે. ઈલેકટ્રોનિકસ એન્જીનીયર્સ માટે સારા સમાચાર એ છે કે, તેઓ ઈલેકટ્રોનિકસ હાર્ડવેર એન્જીનીયર્સ, એમ્બેડેડ સોફટવેર ડેવલપર્સ અને એપ્લીકેશન સોફટવેર ડેવલપર બની શકે છે.
ગર્વમેન્ટ ઈજનેરી કોલેજના ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન વિભાગના વડા પ્રોફેસર સી.એચ.વિઠલાણી જણાવે છે કે, ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન આજના જમાનાની જરીયાત છે. આપણું જીવન સહેલુ અને સગવડભર્યું બનાવવા માટે જે ટેકનોલોજીનો આપણે પ્રતિક્ષણ ઉપયોગ કરીએ છીએ જેમાં મહતમ પ્રમાણમાં ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન જ છે. ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનમાં આવતા અલગ-અલગ વિષયો જેવા કે વી.એલ.એસ.આઈ ઈમેજ અને સ્પીચ પ્રોસેસીંગ સિસ્ટમની મદદથી આજની અત્યાધુનિક ટેકનોલોજી જેવી કે ગુગલ આસિસ્ટન્ટ, એમેઝોન-એલેક્ષા, એપલ સિરીનો ઉપયોગ કરી આપણું જીવન સરળ બન્યું છે.
ઈસરોના ચંદ્રયાન, મંગળયાન, ગગનયાન સેટેલાઈટ લોન્ચિંગ સ્ટેશન જેવા પ્રોજેકટથી ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન એન્જીનીયરોની માંગ વધી છે. હાઈસ્પીડ ડેટા કોમ્યુનિકેશન માટેના ઈલેકટ્રોનિકસ સંશાધનોમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, વાઈફાઈ નેટવર્ક, કોમ્પ્યુટર નેટવર્ક, ફોરજી, ફાઈવ જી નેટવર્ક, વાઈમેકસ એલટીઈ એડવાન્સ જેવી કોમ્યુનિકેશન ટેકનોલોજીથી ડેટા સ્પીડ દિનપ્રતિદિન વધી રહી છે અને આપણા જીવનનો એક ભાગ બની રહ્યું છે. વીવીપી ઈજનેરી કોલેજના આચાર્ય ડો.જયેશ દેશકર, ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનના ઈજનેરોને મળવાપાત્ર પ્લેસમેન્ટની વિગતો આપતા જણાવે છે કે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન વિધાશાખામાંથી એન્જીનીયરીંગ કર્યા બાદ હનીવેલ, હુએયી, નોકિયા, એરિકસન, ટીસીએસ, બીએસએનએલ, ઈસરો, પબ્લિક સેકટર યુનિટ, રેલવે આકાશવાણી, દુરદર્શન, આઈડિયા, વોડાફોન, એરટેલ, જીઓ, ભારત ઈલેકટ્રોનિકસ લિમિટેડ ભારત હેવી ઈલેકટ્રીકલસ લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિકસ ડીઆરડીઓ, ડિફેન્સની અંદર ત્રણેય પાંખો, આર્મી, નેવી, એરફોર્સ અને આ સિવાય ઓટોમેશન બનાવતી બધી જ મોટી કંપનીઓમાં અને ચિપ ડિઝાઈનમાં ઈન્ટેલ, એઆરએમ, એએમડી એસટી માઈક્રો ઈલેકટ્રોનિકસ, નેશનલ સેમિકંડકટર, મેટ્રિકસ કોમસેક, આરોહી, કોલકોમ, બ્રોડકોમ, વેલીટ, આઈ લિવિંગ, સ્ટેરલાઈટ ટેક, પરફેકટ વીઆઈપી, વેબ કલુએસ, વિપ્રો, સિઅર્સ, તત્વ સોફટ, વોલનસીસ જેવી માતબર કંપનીઓમાં ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી શકે છે.
વીવીપી ઈજનેરી કોલેજના ઈ.સી. વિભાગના વડા ડો.ચાર્મીબેન પટેલ જણાવે છે કે સેમસંગ એરીકશન, નોકિયા જેવી કંપનીઓ ભારત દેશમાં રિલાયન્સ જીઓ, એરટેલ, વોડાફોન અને આઈડિયા સાથે નવા ૫જી નેટવર્કના સંશાધનો વિકાસ કરી રહી છે જે ડિજિટલ ઈન્ડિયા ખરાઅર્થમાં ડિજિટલ બની રહ્યું છે અને સાથે-સાથે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન એન્જીનીયરની માંગ વધી રહી છે. કોઈપણ સાધનના સસ્તા અને નાના બનવા પાછળ રહેલી ચિપ ડિઝાઈન ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ભારત દેશે સ્વનિર્ભર બનાવવા માટે બહોળા પ્રમાણમાં રોકાણ કર્યું છે. ભારતભરમાં ઈલેકટ્રોનિકસ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં આગળ વધશે ત્યારે ઈલેકટ્રોનિકસના ઉત્પાદનો ઈલેકટ્રોનિકસ સાધનો અથવા ઈલેકટ્રોનિકસ કમ્પોનન્ટ અને ઉત્પાદનમાં ભારત દેશ સ્વનિર્ભર બનશે ત્યારે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન એન્જીનીયરની ડિમાન્ડ આવતા થોડા વર્ષોમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે. ભવ્ય ભુતકાળ તો ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનનો હતો. વર્તમાન પણ ખુબ સારો થઈ રહ્યો છે અને આવનાર ભવિષ્ય પણ ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનનો રહેશે.