ચાય ગરમ ચાય…
દરેક રાજયમાં જુદા જુદા ગ્રેડની ચાનું ચલણ: દરેક બ્રાન્ડની પોતાની પધ્ધતિથી કરે છે ટેસ્ટીંગ
‘ચા’ આ શબ્દ એટલે દેશનું રાષ્ટ્રીય પીણું તેમજ વર્ષોથી આપણી પરંપરા સાથે જોડાયેલ પીણુ ચાની વાત આવતા જ આપણને આસમના બગીચા યાદ આવે ત્યારે દેશની અંદર આસામ અને સાઉથ આ બંને સ્થળો એવા છે જયા ઉચ્ચ ગુણવત્તાવાળી ચાનું ઉત્પાદન કરવામાં આવે છે. લોકોને સામાન્ય રીતે ચા એ બગીચામા ઉગે તે માહિતી હોય છે. પરંતુ ‘અબતક’ દ્વારા ચાને લઈ વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો જેમાં શહેરનાં નામી ટિ ટ્રેડર અને ટિ બ્રોકરની મુલાકાત લેવામાં આવી તેમજ ચાના ટેસ્ટીંગથી લઈ તેને આનુસંગીક તેના કાર્યોની વિશેષ ચર્ચા કરવામાં આવી છે.
ચાની કવોલેટીમાં સૌરાષ્ટ્ર મોખરે: લલીતભાઇ બુદ્ધદેવ (ટિ પેકર્સ)
લલીતભાઇ બુદ્ધદેવ ટિ પેકેટર એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચાની વાત કરી તો સૌરાષ્ટ્રમાં કવોલેટી પ્રોડકટ સારી આવકમાં હોય છે. તેમજ બેસ્ટ કવોલેટીની ચા સૌરાષ્ટ્રમાં પીવામાં આવે છે. રૂરલ એરીયામાં તેની જરૂરીયાત ખુબ સારી હોય છે. ચાના ભાવ પણ લોકડાઉન બાદ વઘ્યા છે પરંતુ કવોલેટીમાં કોઇ જાતની બાંધછોડ કરવામાં આવી નથી આસામની ચા સૌરાષ્ટ્રમાં બલ્ક કોનટેટીમાં વપરાય છે. દરેક બ્રાન્ડ પોતાની અલગ ટેસ્ટીંગ પઘ્ધતિથી ચાયનું ટેસ્ટીંગ કરતી હોય છે. ચા એ તેની કવોલેટી અને જગ્યાના આધારે વહેચાતી હોય છે. લારી ગલ્લા વાળા અને હોટલમાં ચાના ટેસ્ટ અને ભાવ ફેર જોવા મળે છે. તેનું મુખ્ય કારણ માત્ર બ્રાન્ડ અને કવોલેટી છે. લોકો તેના મૂડ આધારીત ચા પીતા હોય છે.
ત્યારે આપણે અહિ કડક ચાનું ચલણ છે. ત્યારે મહારાષ્ટ્રમાં કલર અને સ્વાદ બન્ને મહત્વ કરે છે. એવી જ રીતે પંજાબમાં મિલ્ટ ટીમાં દૂધ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. જેથી ત્યા ચા ઓછી માત્રમાં જરૂર પડતી હોય છે. પેકેટર પોતાના કવોલેટી ને ઘ્યાનમાં રાખી અને તેનું આખુ વર્ષ મેન્ટેન કરવા ૧૦ નંબબ તેમજ ૧૧ નંબર જેવા નામ આપતા હોય છે.
આ વર્ષે સેલરના હાથમાં ચાય: અનંતરાય ઉનડકટ (ટિ ટ્રેડર)
અનંત રાયભાઈ ઉનડકટ ટિ ટ્રેડર એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે, આ વર્ષે બાયરના નહિ પરંતુ સેલરના હાથમાં ચાયનો વેપાર છે. લોકડાઉનનાં કારણે ચાયનું ઉત્પાદક ખૂબ ઘટી ગયુંહતુ. બીજુ કારણ અતિશય વિષાદ પણ ગણી શકાય આ વર્ષે ચાયની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભાવ વધારો જોવા નથી મળ્યો તેના કરતા ત્રણ ગણો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાય એ ઘાસની જેમ ઉગે છે. તેની અંદર તેનું પ્લકીંગ કરવામા આવે છે. આ પ્રોસેસમાં તેના પાંદળા ખેંચવાનું હોય .જેમાં એક છેડેથી પાંદળા ખેંચવાનું શરૂ કરે ત્યારે તેના બીજા છેડે પહોચતા સાત દિવસ લાગે છે. પાંદળા ઉગે તે પછી તેની ફેકટરીમાં સંપૂર્ણ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી વિવિધ ગ્રેડ બનતા હોય છે. ચાયના વિવિધ ગ્રેડની વાત કરી તો તેમાં બી.પી, બી.ઓ.પી, ઓ.એફ, પી.એફ, પી.ડી, ડસ્ટ, સિકી જેવી ગ્રેડ તૈયાર થતી હોય છે. દરેક રાજયમાં જુદા જુદા ગ્રેડની ચાયનું ચલણ હોય છે. ગુજરાતમાં બી.પી. અને ઓ.એફ, મહારાષ્ટ્રમાં પીડી, ડસ્ટ, તેમજ દિલ્લીમાં બી.પી., બી.ઓ.પી.નું ચલણ ખૂબ જોરોથી ચાલતું હોય છે.મૂળ ચાયનું પાંદડું એક જ હોય છે. આ એ દેશમાં બે રાજયમાં વધૂ ઉગે છે.આસામ અને સાઉથમાં કીચીન કુનુરમાં ચા ઉગે છે. ચા પોતાની કવોલેટી અને જેતે જગ્યાના હિસાબથી વખણાતી હોય છે. અને તેવી જ રીતે તેમાં ભાવ ફેર જોવા મળતા હોય છે.
ચા ટેસ્ટીંગમાં કલર-સ્વાદ બન્ને જરૂરી: મુકેશભાઇ નથવાણી (ટી બ્રોકર)
મુકેશભાઇ નથવાણી ટી બ્રોકર એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યુ હતું કે, લોકડાઉન બાદ ચા ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થયો છે. ચાના ટેસ્ટીંગમાં બારીકીથી લઇ બધુ ઘ્યાન રાખવામાં આવે છે. ખાસ ચાના ટેસ્ટીંગમાં વાત કરી તો કલર અને સ્વાદ બન્ને મહત્વની ભુમિકા ભજવે છે. હાલ ચાના ઉત્પાદનમાં સારી માંગ જોવા મળી રહી છે. તેમજ બ્રોકર અને પેકેટર પણ ધંધામાં સારી કામગીરીથી ધંધો આગળ વધારી રહ્યા છે. દરેક બ્રાન્ડ પોતાની કવોલીટી જાળવી રાખે છે. તેમજ ચાયના સ્વાદ તેની ભૂકી અને મમરી ચા પર નકકી થતાં હોય છે.
બ્રાન્ડેડ ચાની ક્વોલિટી મેઇન્ટેન કરવા વધુ ખર્ચ થતો હોય જેના કારણે ભાવમાં વધારો: અરવિંદભાઈ બરછા (ટિ, ટ્રેડર)
ટિ ટ્રેડર અરવિંદભાઈ બરછાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે ટિ ઈન્ડસ્ટ્રીને આ વર્ષે મળ્યું જીવન દાન એવરેજ ચાના ભાવમાં ૧૦૦ થી ૧૨૫ રૂપીયાનો વધારો આપ્યો છે. તેમ છતાં ગ્રાહકોને ચા મોંઘી નથી પડતી ચાયના બગીચામાં ચાય સરખી હોય છે. પરંતુ ભૂકી અને મમરી જેવી કોલેટી ને લીધી દરેક એરીયામાં ચાના જુદા જુદા સ્વાદ મળી રહે છે. બ્રાન્ડેડ ચા અને તેની બ્રાન્ડેડ ચા તેમજ લુઝ ચાની વાત કરૂ તો બ્રાન્ડેડ ચાયને આખુ વર્ષ તેની ગુણવતા ને જાળવી રાખવી જરૂરી છે. તેમજ નોન બ્રાન્ડેડ ચા પણ એવી રીતે જ કાર્ય કરે છે. પરંતુ તેના કાર્યમાં થોડો ફેરફાર હોય છે. લુઝ ટીમાં કવોલેટી મેનટેન કરવામાં આવતી નથી હાલ લગભગ જેટલી પણ ખાધ્ય ચીજ વસ્તુઓ છે એ બ્રાન્ડથી જ વેચાવા લાગી છે આવી જ રીતે બ્રાન્ડેડ ચાની કવોલેટી મેન્ટેન કરવા પાછળ ખર્ચ થતો હોય છે. તેના કારણે ચાયમાં ભાવ ફેર જોવા મળે છે.
ચાના ટેસ્ટીંગની વાત કરી તો હર કોઈ પોતાની રીતે ટેસ્ટ કરતા હોય છે. અને તે ચોકકસ રીતે માન્યતા વાળુ ટેસ્ટીંગ કરતા હોય છે. કયારેક ઘણીવાર ટેસ્ટીંગ વખતે ફાયરીંગ ઓછુ હોવાને કારણે ચાય કાચી રહી જાય છે તો કયારેક ઓવર ફાયરીંગને કારણે ચાયના સ્વાદમાં ફેરફાર જોવા મળે છે. આ વર્ષનું ચાનું માર્કેટ ખૂબ સારૂ છે. પહેલાની પૈકીના પેકટર પોતાની ચાને વિવિધ નામ આપવા ૧૦ નં., ૧૧ નં. આ રીતે નામ આપતા હોય છે. અને તેની સાથે તેની કવોલેટી જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે.