મહિલાઓના ૧૧ સ્વસહાય જુથને રૂ.૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ
રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ નગરપાલિકા યોગા સેન્ટર, ઉના ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્તિ મહાનુભાવોના હસ્તે મહિલાઓના ૧૧ સ્વસહાય જૂને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઇ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, સરકારે આજે જે યોજનાનું લોકાર્પણ કર્યું છે તે યોજનાનો વધુમાં વધુ બહેનો જુ બનાવી લાભ લઈ સ્વાવલંબી બનવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામા ૧૦ બહેનોનું સ્વસહાય જુ બનાવવાનું રહેશે અને તેમને બેન્ક દ્રારા ૦ ટકાના વ્યાજદરે રૂા.૧ લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય કિરણબેન સોસા, તાલુકા પંચાયત સદસ્ય સિદિકભાઇ, નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી, સદસ્ય નગરપાલિકા રાજુભાઇ ડાભી, અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, ચીફ ઓફીસર પાર્થિવ પરમાર, તાલુકા વિકાસ અધિકારી એમ.એન.લીંબાણી, લીડ બેંક મેનેજર અશોક વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.