સોનાના ઘરેણા, રૂા.૨૧ હજાર રોકડા અને મોબાઇલ મળી રૂા.૨ લાખની મુસ્લિમ યુવકના ઇશારે યુવતીએ ઘરમાં કરી ચોરી
જેતપુરમાં તાજેતરમાં જ એક યુવતીને મુસ્લિમ પરિણીત શખ્સે ફસાવી કરેલા મૈત્રી કરારની ઘટનાથી સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ત્યારે વધુ એક હિન્દુ યુવતીને મુસ્લિમ શખ્સે પ્રેમઝાળમાં ફસાવી ભગાડી ગયાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતી હિન્દુ યુવતીને જાગૃતિ સોસાયટીમાં રહેતા ઇરફાન યુનુસ પઠાણ નામના શખ્સે પ્રેમઝાળમાં ફસાવી ભગાડી ગયાની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.
વિધર્મ લગ્ન અંગે કાયદામાં કરાયેલી કેટલીક જોગવાય અનુસાર લગ્ન પૂર્વે જિલ્લા કલેકટરને લેખિત જાણ કરી મંજુરી લેવી જરૂરી હોવાથી જાગૃતિ સોસાયટીના ઇરફાન પઠાણે રાજેશ્ર્વરી સોસાયટીની યુવતી સાથે લગ્ન કરવા અંગે મંજુરી માગી હતી. ઇરફાન પઠાણે કરેલી અરજી સામે યુવતીના પિતાએ વાંધા રજુ કરતા લગ્ન શકય બને તેમ ન હોવાથી ઇરફાન પઠાણે પ્રેમઝાળમાં ફસાવેલી યુવતી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા એટલું જ નહી યુવતી પોતાના ઘરેથી સોનાના ઘરેણા, રોકડ અને મોબાઇલ મળી રૂા.૨ લાખનો મુદામાલ પોતાની સાથે લઇ ગયાનો આક્ષેપ કર્યો છે. તેમજ ઇરફાન પઠાણ પોતાની પુત્રીને વેચી નાખશે તેવો પણ યુવતીના પિતાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.