રાજકોટ શહેરથી ૭ કિમી દૂર પાળ ગામે જખરાપીર દાદાની જગ્યાએ ‘ગૌશાળા’ સાથે અબોલ જીવોની અનન્ય સેવા: કાયમી અન્નક્ષેત્ર
આ વાત રાજકોટથી આશરે ૭ કી.મી. દૂર આવેલા લોધીકા તાલુકાના નાના એવા પરંતુ સુંદર ગામ પાળમાં બિરાજમાન જખરાપીર દાદાની છે.
કહેવાય છેકે આશરે સાડા આઠસો વર્ષ પહેલા આ ચારણ કુટુંબ પાલનપુર બાજુથી આવેલ અને પાળ ગામની ભુમીમાં વિરામ કરવા રોકાયેલ આ જગ્યા જખરાપીર દાદાના મનમાં વશી જવાથી જખરાપીર દાદાએ પોતાના પાંચ માણસના કુટુંબ (પોતાના ધર્મ પત્નિ-જીવીઆઈ, એક દિકરી-સોનલઆઈ, બે દિકરા-દેવાસુર તથા માણસુર અને જખરાપીર દાદા પોતે) સાથે અહી આ પાળ ગામની ન્યારી નદીનાં પટાંગણમાં વસવાટ કરી રહેવા લાગ્યા.
જયારે જખરાપીર દાદા તથા તેમના કુટુંબ અહિ વસવાટ કરેલ તેજ સમયમાં ભયંકર દુષ્કાળનું મોજુ ફરી વળ્યું હતુ ભયંકર દુષ્કાળ કોને કહેવાય તે તો તમે જાણો જ છો ? પશુને ખાવા આ ધરતી ઉપર ઘાસ, પાન નથી,પીવા માટે પાણીની એક બુંદ નથી. આવા સમયમાં જખરાપીર દાદાના કુટુંબમાં પણ અનાજ ખાવાના સાસા થઈ ગયા હતા.
બંને માણસો જખરાપીર દાદા તેમજ તેમના ધર્મપત્નિ ભેગા મળીને વિચાર કરે છે, કે હવે બધુ અનાજ પતી ગયું છે. આપણા ઢોર ઢાખર પણ મરી ગયા છે. ચારે બાજુ દુષ્કાળે બધાને પોતાની મુઠ્ઠીમાં બાધી લીધા છે.ત્યારે આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. માટે આપણે તડપી તડપીને મરવા કરવા કરતા આપણા બાળકોને મારી તેમને આ દુષ્કાળના પંજામાંથી મૂકત કરી.
જખરાપીર દાદાએ તેમના પત્નિને કહ્યું કે થોડું ઘણું અનાજ એકઠુ કરી થોડા જાજો લોટ એકઠો કરી અને તે રાંધી પાણીની એક માટલીમાં પાણી ભરી રાત્રે આપણા બાળકો સુવે ત્યારે તેમને ઈશ્ર્વર ભરોસે બાળકોને રેઢા મૂકીને, પોતાની ઝુપડી બંધ કરી, જખરાપીર દાદા અને તેમના ધર્મપત્નિ સોરઠ તરફ જૂનાગઢની ધરતી બાજુ જવા નિકળી ગયા.સમયના વાયણા વિતતા જાય છે. જખરાપીર દાદા તથા તેમના ધર્મપત્નિને વારંવાર બાળકોની યાદ સતાવે છે.
ધર્મપત્નિના કહેવાથી જખરાપીર દાદા જુનાગઢથી પોતાના વતન પાળ ગામ પાછા આવવાનો નિર્ણય કરી ત્યાંથી નીકળી જાય છે. અને પાળ ગામની ન્યારી નદીના પટાંગણમાં આવેલ પોતાની ઝુપડીએ પહોચે છે. અને જુએ છે તો ઝુપડીને તાળુ મારેલ છે. પોતાની ઝુંપડીનું તાળુ તોડી જખરાપીર દાદા અને તેમના પત્નિ ઝુંપડીમાં અંદર પ્રવેશ કરે છે.
ત્યાં બાળકો ઉંઘમાંથી જાગતાની સાથે જ પોતાના માતા-પિતાને ગળે લાગી જાય છે. અને પોતાની માતાને બાળકો પુછે છે. માતા તુ કાલે ઝુંપડી બંધ કરીને બારે ગઈ’તી અને આજે પાછી આવતી રઈ, માતા તું કયાં ગઈ તી? આ દ્રશ્ય જોઈ બંને માણસો પોતાના બાળખો સામું જોઈ રહે છે. અને પછી બાળકોની બધી વાત પુછે છે. કે દિકરાઓ આ તમને કોન ખવડાવતું, તમારી સાર સંભાળ કોણ લેતું, આ બધુ કેમ બને ? જખરાપીર દાદા અને તેમના ધર્મપત્નિ આશ્ર્ચર્યથી બધી વાત બાળકોને પુછે છે.તે સમયે નાના નાના બાળકો પોતાના માતા પિતાને આંગળી પકડીને ન્યારી નદીની વચ્ચો વચ્ચ નદીમાં એક બેકળુ હતુ ત્યાં લઈ જાય છે. અને બતાવે છે, અને બધી વાત કહે છે. આ બેકળામાંથી કાળા કપડાવાળી માં આવતી અને અમને ખવડાવતી, પીવડાવતી પોતાના ખોળામાં રમાડતી અને અમને લોકોને સાચવતી.આ બધી વાત સાંભળી જખરાપીર દાદાને થયું કે આ કાળા કપડાવાળી માં બિજુ કોઈ નહી મારી માં આઈ શ્રી ખોડીયાર જ હોય. આટલી વાતની ખબર પડતા બંને માણસોએ ત્યાં ઉભા ઉભા જ બે હાથ જોડી ખોડીયાર માતાની સ્તૃતી કરી અને માતાજીને મનોમન દર્શન આપવા પ્રાર્થના કરી. તે પ્રાર્થના સાંભળી તેજ બેકળામાંથી કાળા કપડાવાળી માં ખોડીયારે કહ્યું.
માંગ આજે તું જે વસ્તુ માંગીશ તે હું તને દેવા તૈયાર છું, ‘ત્યારે જખરાપીર દાદાએ કહ્યું કે’ હે જગત જનની હે માં ખોડીયાર જો તું ખરેખર આજે મારી ઉપર પ્રસન્ન હોય અને અમારા બંને માણસોની ગેરહાજરીમાં અમારા બાળ-બચ્ચાનું પલન પોષણ કર્યુ હોય અને તારો હાથ એમની માથે ફેરવ્યો હોયતો માં આજે મારા આ ચારણ કુટુંબોને પાંચ-પાંચ માણસોને તારા ખોળામાં જગ્યા આપ માં અને અમને તારા ખોળામાં સમાવી લે,’ પોતાની ગોદમાં ન્યારી નદીમાં પટાંગણમાં જીવતી સમાધી આપે છે, અને પોતાની ગોદમાં સમાવી લે છે.
માં ધુનાવાળી ખોડીયાર આર્શિવાદ આપે છે. ‘જા દિકરા આજે આ જીવતી સમાધી લે છે, માટે આજથી જગત તને જખરાપીરના નામથી ઓળખશે, અને જેમ તારી ગેર હાજરીમાં મે તારા બાળકોનું પાલન-પોષણ કર્યું હતુ તેમ તું પણ આ દુનિયામાં બધા દુ:ખયાઓનાં દુ:ખ ભાંગી શકશે. ખાલીતારા નામનું સ્મરણ કરતા જ બધા દુ:ખો દૂર થઈ જશે. જે ભકત તારી સેવા ભકિત કરશે. તે દુનિયામાં કોઈ દિવસ દુ:ખી નહી થાય’ આટલું કહી માં ધુનાવાળી ખોડીયાર ચારણ કુટુંબને જીવતા સમાધી આપે છે. અને પછી એ બેકળામાં અદ્રશ્ય થઈ જાય છે. જે જગ્યાએ આજે ધુનાવાળી માં ખોડીયારનું ભવ્ય મંદિર છે.