જાણીતા ચિત્રકાર ઉમેશ કયાડા દ્વારા ૬ ઓકટોબર સુધી ચિત્ર પ્રદર્શનનું આયોજન
શિક્ષણ, સ્વચ્છતા, અસ્પૃશ્યતા, મહિલા સાથેનો આદરભાવ અહિંસા અને કરૂણાના બાપુના વિચારોને કંડાર્યા છે
ગાંધીજીના જન્મ દિવસને લોકો અલગ અલગ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરતા હોય ત્યારે રાજકોટના એક ચિત્રકાર ઉમેશ કયાડાએ કેનવાસ પર માત્ર ગાંધીબાપુને જ નહિ પણ તેમના વિચારોને પણ જીવંત કર્યા છે. આજના સમયમાં ઈન્સ્ટ્રા અને ફેસબુક પર સતત વ્યસ્ત રહેતો યુવા ધન ગાંધીજીની આત્મકથા કે તેમના વિચારો અને આદર્શોને નજીકથી જાણવા માગતુ હોવા છતા પણ તેઓની પાસે એટલો સમય નથી હોતો આથી હજારો વિદ્યાર્થીઓને કલામાં પારંગત કરનાર કલાગુરૂ અને જાણીતા ચિત્રકાર ઉમેશ કયાડાએ આમતો અત્યાર સુધીમાં ઘણા ચિત્રોને કેનવાસ પર કંડાર્યા છે.
મુખ્યત્વે તેઓએ સામાજીક મુદાઓને તેમના કલાના માધ્યમથી કેનવાસ પર રંગોથી નિખાર્યા છે. ગાંધીજીને નજીકથી જાણ્યા બાદ તેઓને વિચાર આવ્યો કે ગાંધીજીના ચિત્રો ઘણા કલાકારો બનાવતા હોય છે.ત્યારે તેઓનો વિચાર એવો હતો કે ગાંધીજીના વ્યકિતત્વની સાથોસાથ તેમના વિચારોને પણ ચિત્રોમાં વણી લેવાય ખુદ ગાંધીજી પોતે આદર્શ, દસમાજ માટે પ્રેરક વિચાર સમાન છે. આઝાદીના અહિંસક લડવૈયા રાષ્ટ્રપિતા સાદગી સ્વચ્છતા અને શિક્ષણનાં હિમાયતી રહ્યા હતા.
આવા વિચારોને આદર્શ રાખી ઉમેશ કયાડાએ હાલની પરિસ્થિતિ વૈશ્ર્વીક મહામારીમાં દુનિયા આખી થંભી ગઈ હોય ત્યારે તેમના આવા મહામૂલા ચિત્રોનું પ્રદર્શન કેમ કરવું જેથી યુવાધન જે સોશ્યલ મિડિયા દ્વારા પોતાનો સમય વેડફતુ હોય તો એજ માધ્યમનો સકારાત્મક ઉપયોગ કરવા ઓનલાઈન ચિત્ર પ્રદર્શન નમહાત્મા ૨૦૨૦’નુ આયોજન કર્યું છે. ઉમેશ કયાડાએ આ ચિત્રો ગાંધીજીની આત્મકથા તેમજ નારાયણભાઈ દેસાઈ પાસેથી ગાંધીજીની કથા સાંભળ્યા બાદ આ વિચારોને લોકો સુધી પહોચાડવા માટે ગાંધીજીના ચિત્રોમાં તેમના સંદેશાઓને કંડારી લીધા. ઉમેશ કયાડાએ ઘણા ચિત્રો ગાંધીજી વિષય આધારીત બનાવેલ છે. આ ચિત્રોમાં શિક્ષણ, સ્વચ્છતા, બાળકો સાથે બાળક બની સંવાદ કરતા અસ્પૃશ્યતા મહિલા પ્રત્યેનો આદરભાવ બાપુએ કરેલ પ્લેનની મુસાફરી છોડી સાદગી પૂર્વક ટ્રેનમાં કરેલી મુસાફરીના દ્રશ્યો આ ઉપરાંત સત્ય અહિંસા અને કરૂણાના વિચારોને બાપુના પેઈન્ટીંગ વચ્ચે બેનમુન રીતે કંડાર્યા છે. આ ચિત્ર પ્રદર્શન જોવા માટે યુ-ટયુબ લિંક પસંદ કરશો. વધુ માહિતી માટે ઉમેશ કયાડા મો.નં. ૮૮૬૬૦ ૦૫૫૦૨ના સંપર્ક કરવો.