મામલતદારને આવેદન, હજુ સુધી ફરિયાદ ન લેવાનું કારણ શું ? સો મણનો સવાલ
જામકંડોરણાના ઈન્દીરાનગરમાં રહેતા અનિરુધ્ધસિંહ દોલુભા જાડેજાને સામાન્ય બોલાચાલી માટે જામકંડોરણા સબ ઈન્સ. યુ.કે.ગોહેલએ અને તેમના સ્ટાફે મળીને પોલીસ મથક તથા જાહેરમાં પાઈપ, લાકડી, ધોકાથી બેફામ માર મારીને ગંભીર રીતે ઘાયલ કરેલ છે. પોલીસના આ અમાનવીય કૃત્યથી સમગ્ર જામકંડોરણાના લોકો અને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર નારાજગી વ્યાપી છે. ગંભીર,શારીરિક નુકશાનના કારણે તેમની જામકંડોરણા ખાતે સારવાર ન થઈ શકતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. પોલીસની આટલી હદે જોહુકમી પછી પણ આ બાબતમાં કોઈ ફરીયાદ સ્વીકારવા તૈયાર નથી. આ બનાવ તા.૨-૯-૨૦ના બન્યા પછી આ બાબતમાં જામકંડોરણા રાજપુત સમાજે જવાબદાર કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવા પ્રયાસ કરેલ છે. મામલતદાર જામકંડોરણાને આવેદન પત્ર પાઠવેલ છે. રાજપુત સમાજની રાજકોટ જિલ્લા રાજપુત સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવેલ છે. આ ઘટના ઉપર આંદોલનનો કાર્યક્રમ આગળ ચલાવવા પી.ડી. તના વતન પીપરડી મુકામે યુવા સંમેલન મળ્યું હતું અને પીપરડી મુકામે રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના અને ગ્રામ્ય સ્તરના તમામ પ્રમુખ, હોદ્દેદાર તથા કાર્યકરોનું સંમેલન મળી ગયું છે અને આ પ્રશ્ર્ને સરકારમાં રજૂઆત કરવા ઠરાવેલ છે અને આ બનાવમાં જામકંડોરણા રાજપુત સમાજે કરેલ કામગીરીને સમર્થન આપીને ટેકો જાહેર કરેલ છે. અમે પણ આ બાબતમાં જામકંડોરણા રાજપુત સમાજને અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ તેમજ અમારી માંગણી મુજબની પોલીસ ફરિયાદ ત્વરીત નોંધવા વિનંતી કરવામાં આવે છે.
આટલી રજૂઆત પછી પણ હજુ સુધી ફરિયાદ નોંધવા તૈયાર નથી. આ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો અમે પણ જામકંડોરણા રાજપૂત સમાજ સાથે આ આંદોલનમાં જોડાઈશું તેની ગંભીર નોંધ લઈને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી છે.