કાર્યાલય ખૂલ્લુ મુકાયુ; સવારના ૧૦ થી સાંજના ૮ સુધી સંપર્ક કરી શકાશે
અમરેલી જિલ્લામાં ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી ની ભવ્ય સફળતા બાદ મધર ક્લબ ઓફ અમરેલી દ્વારા દીદી ની ડેલી એટલે સુખનું સરનામું સમસ્યાઓને વાચા આપવાનું માધ્યમ સરકાર ના માધ્યમથી મળતી તમામ સહાય લાભાર્થી સુધી પહોંચાડવાની કડી એવા આશયથી ચાલુ કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા ની ઉપસ્થિતિમાં લોક હિતાર્થે ઓફિસ ને ખુલ્લી મુકવામાં આવી. આ તકે અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયાબેન શેઠ, રેખાબેન પરમાર, નિકુ બેન પંડ્યા, ચીરાગભાઈ ચાવડા , ઉદઘોષક અમિત પટેલ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.આ તકે ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે સંસ્થાના માધ્યમથી જિલ્લાના છેવાડાના ઘર સુધી સરકારશ્રીની તમામ યોજના પહોંચાડવાનું સેવાકીય કામ કરવામાં આવશે સંસ્થા દ્વારા વિનામૂલ્યે તમામ માર્ગદર્શન જરૂર પડે યોજનાઓનો ચૂસ્ત અમલીકરણ સરકારી અધિકારીઓ તેમજ લાભાર્થી વચ્ચે સાંકળ બની ને સંકલન કરશે. વહેલામાં વહેલી તકે લાભાર્થીને સહાય પ્રાપ્ત થાય એવા નીતિ પૂર્વક પ્રયાસો કરાશે ખેડૂતો માટે ઓનલાઈન ફોર્મ, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ, મહિલા કલ્યાણ ની યોજનાઓ, વિકલાંગો માટે ની યોજનાઓ, વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ બિન અનામત વર્ગ ને લગતી તમામ યોજનાઓ, જાતિના દાખલા ઓ, સોગંદનામાના નમુના, અથવા તો સરકારી કચેરીઓમાં કરવામાં આવતી અરજીઓ બાબતે પણ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.આ પ્રસંગે સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી,,, કેન્દ્રીય કૃષિમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કૃષિ મંત્રી આર.સી.ફળદુ સાહેબ દ્વારા મેસેજ તેમજ ટેલિફોનિક શુભકામનાઓ મળી હતીઆ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છતા લાભાર્થીઓ દીદી ની ડેલી રાજકમલ ચોક રોયલ પેરેડાઇઝ પ્રથમ માળ પર સવારે ૧૦ કલાકથી સાંજના આઠ કલાક સુધી સંપર્ક કરી શકશેસમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થા ની ટીમ ધર્મેશ પટેલ જય યાદવ શ્વેતાબેન જોષી સહિતના લોકોએ જૈન તો ઉઠાવી હતી