નેશનલ ફાર્માશ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ લીધા પગલા
ભાવ વધારો ‘ઘૂંટણીયે’ આવી ગયો છે !! નેશનલ ફાર્માશ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી (એન.પી.પી.એ.)ના ધ્યાનમાં આવ્યું કે આયાતકારો, ડિસ્ટ્રિબ્યુટરો અને હોસ્પિટલો કેસમાં ૬૭ ટકા થી લઈને ૪૪૯ ટકા સુધીનો ‘નફો રળે છે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો-બિચારા દર્દી અથવા તેના પરિવારજનોના ખિસ્સામાં જ કપાતા હતા.
ઉલ્લેખનીય છે કે નેશનલ ફાર્માશ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટીએ કાર્ડિઆક સ્ટેન્ટ ઉપર પણ ભાવ નિયંત્રણ મૂકયું છે. ઓથોરીટીના સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ઓર્થોપેડિકની ઈમ્પ્લાન્ટમાં પણ કાર્ડિઆક સ્ટેન્ટની તર્જ પર જ ભાવ નિયંત્રણ કે ભાવ બાંધણુ કરાયું છે. એકંદરે, ભાવ વધારો ઘૂંટણીયે આવી ગયો છે !! કે માટેની જે આયાત કરવામાં આવે છે તેમાં આયતકારો, ડીસ્ટ્રીબ્યુટરો અને હોસ્પિટલો એમ આંખી ત્રિપુટીની ચેઈન મોટું માર્જિન રાખે છે. આ વાત સરકાર અને તેની ઓથોરીટીના ધ્યાનમાં આવતા તાકીદે પગલા લેવામાં આવ્યા છે. જેના અંતર્ગત પ્રાઈઝ રેગ્યૂલેશન હેઠળ લઈ લેવાયું છે. આ મામલે એનપીપીએ સક્રિય થઈ ગઈ છે. કેમ કે, ઘૂંટણ આરોપણની સર્જરીમાં અધધ ૪૫૦ ટકાના ભાવ વધારા બાદ સરકાર ભાવબાંધણું કરશે.