ચાઈનીઝ સ્ટીલ ટયૂબ અને પાઈપથી ભારતીય ઉધોગોને મંદીની ભીતિ
ચાઈનીઝ સ્ટીલ ટયૂબ અને પાઈપથી ભારતીય ઉધોગોને મંદીની ભીતિ ઉભી થઈ છે. આના લીધે જ સ્ટીલ પાઈપ અને સ્ટીલ ટયુબ બનાવનાર ભારતીય ઉધોગકારો એન્ટી ડમ્પીંગ ડયૂટી ઈચ્છે છે.
ચીન, વિયેતનામના ઉધોગકારો અને નિકાસકારો ભારતમાં અઢળક એસ એસ એટલે કે સ્ટેનલેસ સ્ટિલ ઠલવે છે. તેમણે ભારતીય ઉધોગોના સ્ટેનલેશ સ્ટિલ માર્કેટને ભારે ઠેસ પહોંચાડી છે. આથી હવે ઘરઆંગણે પાઈપ અને સ્ટીલ ટયુબ બનાવનાર સમુદાયને ભીતિ છે કે સ્ટેનલેશ સ્ટિલની તર્જ પર જ હવે તેમનો ઉધોગ પણ ચીન અને વિયેતનામનો ઉધોગકારો અને નિકાસકારો ખાઈ જશે. તેમને પડયા પર પાટુ, દુષ્કાળમાં અધિક માસ અથવા ખાતર માથે દીવોની કહેવત અનુસાર મંદિની ભીતિની દહેશત વળગી છે.