ધોરણ ૧૨, (એ ગ્રુપ) નાં વિદ્યાર્થીઓ માટે એ.સી.પી.સી. દ્વારા તારીખ ૧૮ સપ્ટેમ્બર, ર૦ર૦ થી ઓના લાઈન ચોઈસ ફીલીંગ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા સામાજિક ઉતરદાયિત્વનાં ભાગરૂપે ધોરણ ૧ર, અ ગ્રુપનાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે તારીખ ર૦ સપ્ટેમ્બર ર૦ર૦, રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યે ચોઈસ ફીલીંગ માર્ગદર્શન, કોલેજ પસંદગી, બ્રાંચ પસંદગી તથા કેરીયર કાઉન્સેલીંગ વેલીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં એન્જીનીયરીંગનો સમગ્ર ચિતાર, વિવિધ અભ્યાસક્રમો, ઉપલબ્ધ બેઠકો, કોલેજ પસંદગી, બ્રાંચ પસંદગી, કારકીર્દિ માર્ગદર્શન, વિવિધ સ્કોલરશીપ યોજનાઓ, મોક રાઉન્ડ, ફાઈનલ રાઉન્ડ, રીશફલીંગ રાઉન્ડ, પ્રવેશ પ્રક્રિયા, ચોઈસ ફીલીંગ, મેનેજમેન્ટ કવોટા વગેરે તમામ પાસાઓ વિશે તલસ્પર્શી, તથસ્ત, સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
માઈક્રોસોફટ ટીમમાં આ વેબીનાર લેવામાં આવશે. વેબીનારમાં જોડાવવા માટેની લીન્ક https://rb.gy/20hi71 છે જે વી.વી.પી.ની વેબસાઈટ www.vvpedulink.ac.in પરથી મેળવી શકાશે. ધોરણ ૧૨, એ ગ્રુપનાં વિદ્યાર્થીઓ અને વાલીઓઓએ આ અમૂલ્ય તક ચૂકવા જેવી નથી. ૪૦ મિનિટનાં વેબીનાર થકી ૪ વર્ષનો એન્જીનીયરીંગ અભ્યાસક્રમ તથા ૪૦ વર્ષની કારકીર્દિ વિશે પૂર્ણ માર્ગદર્શન મળશે. વેબીનારમાં ર૦ વર્ષોથી એન્જીનીયરીંગ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ડો. નીરવ મણીયાર માર્ગદર્શન આપશે. ડો. નીરવ મણીયારે યુનિવર્સિટી પ્રથમ ક્રમાંક અને બે ગોલ્ડ મેડલ સો બી.ઈ, એન.આઈ.ટી. સુરત ખાતેથી એમ.ટેક અને ડી.ડી.આઈ.ટી., નડિયાદી મીકેનીકલ એન્જીનીયરીંગમાં પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરેલ છે.
તેઓના ૩૫ થી વધુ સંશોધનપત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એએસએમઈ, એલ્સવીયર, સ્પ્રીંજર વગેરેમાં પ્રસિધ્ધ થઈ ચૂકયા છે. તેઓને જીટીયુ તરફી પેડાગોગીક ઈનોવેશન એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. હાલમાં તેઓ વી.વી.પી. નાં મીકેનીકલ વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે તા પ્રથમ વર્ષની બધી બ્રાંચનાં હેડ તરીકે ફરજ બજાવે છે. પ્રવેશ કાર્ય તથા વેબીનારની સફળતા માટે વી.વી.પી.નાં આચાર્ય ડો. જયેશ દેશકરનાં માર્ગદર્શન હેઠળ એડમીશન કોર કમિટીના સભ્યો ડો. અલ્પેશ આડેસરા, ડો. વ્યોમેશ પરસાણા, ડો. રૂપેશ રામાણી, ડો. પરેશ ધોળકીયા અને તમામ કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી રહયા છે. વેલીનાર પ્રેઝન્ટેશન માટે પ્રો. નિશાંત ગોપાલન તા પ્રો. પ્રજીત પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.