આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વ સમાજ માટે વર્તમાન સમયમાં ભારત અને ચીન વચ્ચે નો સીમા વિવાદ જરૂરથી ચિંતાનો વિષય છે ચીન પોતાના સામ્રાજ્યવાદ ની કૂટનીતિથી પોતાનો રસ્તો બદલી શકે તેવી તેની સ્થિતિ નથી ચીન હંમેશા વિશ્વમાં સુપર સુપર પાવર થવાના પ્રયાસોમાં રાચતું રહે છે પરંતુ અમેરિકા અને સાથી મિત્રો ડ્રેગનની આ પરીક્ષા ક્યારે પૂરી કરવા નહીં દે ચીને પોતાની શક્તિ વિશ્વ પર પ્રસ્થાપિત કરવી હોય તો એક વખત અમેરિકા સાથે હાથોહાથ સંઘર્ષમાં ઊતરવું પડે છે અત્યારે ચીન માટે કોઈપણ સંજોગોમાં અનુકૂળ નથી અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોની વાત કરીએ તો ભારતના કિસ્સામાં ચીન વધારે પડતા આત્મવિશ્વાસ રાચતુહોય તેમ ભારત સાથેના ૧૯૬૫ના યુદ્ધ જેવી પરિસ્થિતિ અત્યારે પણ પ્રવર્તી રહી છે તેવા ચીનના વલણ માટે મોટી થાપ ખાઇ રહ્યું છે ચીન ભારત સાથે સામ્રાજ્યવાદ નીતિમાં ભારતની વર્તમાન પરિસ્થિતિ અને તેની શક્તિ ની સાથે સાથે ભારત સાથેના વિશ્વના દેશોના સંબંધો ગણતરીમ ચીન હજુ ભૂતકાળની આ પરિસ્થિતિમાં માનસિક રીતે પડ્યું રહે છે ભૂતકાળની ભારતની પરિસ્થિતિ અને અત્યારથી જમીન-આસમાનનો ફરક છે ચીન સાથે અગાઉ થયેલા ભારતના સંઘર્ષ વખતે ભારતનું લોકતંત્રઅને તેની સૈન્ય શક્તિ બાલ્ય અવસ્થા માં હતી હવે એવું નથી ભારત અત્યારે ગરીમાપૂર્વક ની અણુશક્તિ ધરાવતો દેશ અને થ લ, જલ અને વાયુ મોર્શી ભારત ૨૧મી સદીના અદ્યતન સાધન સરંજામ થી સજ્જ છે વિશાલ રોકા જહાજ નૌસેના વિશ્વના ટોચના કર્મ માં આવતા ભૂમિદળ અને રાફેલ યુદ્ધ વિમાન જેવા વસ્ત્રો અને મિસાઇલ ટેકનોલોજી થી ભારત અત્યારે કોઈ પણ દુશ્મન દેશના દાંત ખાટા કરવા સમર્થ છે બીજી તરફ રાજદ્વારી મોરચે પણ ભારત ચીનને પોતાની દાલ ગળવે દે એવું નથી ભારત અમેરિકા સાથે નિકટના સંબંધો પાકા કરવા માં સફળ થયું છે રશિયા સાથે પણ ભારતના સંબંધો સારા છે ખાસ કરીને ચીન માટે દુખતી.નસ બની ગયેલા તિબેટ નો ભારત ચીન સામે સારી રીતે ઉપયોગ કરી શકવા સમર્થ છે ભૂતકાળમાં દલાઈ લામાના પ્રકરણમાં પણ રાજદ્વારી રીતે ભારત સામે ચીન નીપીછેહઠ થઈ ચૂકી છે ચીન પાસે ભારત વિરુદ્ધ વાપરવા જેવું એકમાત્ર હથિયાર હોય તો તે પાકિસ્તાન ની આળપંપાળ આ સિવાય કશું જ કરી શકે તેમ નથી બીજી તરફ પાકિસ્તાનની હાલત અત્યારે આર્થિક કંગાળ સ્થિતિ અને આંતરિક વિખવાદ થી એવી બની ગઈ છે કે તે પોતાનું સંભાળવામાં ગુરુ સમર્થન નથી ત્યાં ભારત સામે મોરચો માંડી શકે તેવી પરિસ્થિતિ નથી વળી પાકિસ્તાનને ભારત સાથેના તમામ યુદ્ધનો ખૂબ જ કડવો અનુભવ છે રણમેદાન માટે ક્યારેય ભારત સામે ફાવ્યું નથી ચીન અત્યારે પેંગોંગ વિસ્તારમાં જમાવટ કરી રહ્યું છે અને સરહદ પર છમકલા અને સંઘર્ષનું વાતાવરણ ઊભું કરીને ભારત નું ધ્યાન તે તરફ વાળીને મોટો વિસ્તાર કબજામાં લેવા માંગે છે કેન્દ્ર સરકારે કાશ્મીર માંથી કલમ ૩૭૦ દૂર કરી હયવ હફમફસવ ને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને પાકિસ્તાન અને ચીન ની મુરાદ પર પાણી ફેરવી નાખ્યું એ પણ ચીનની અક્સાઇ ચીન ઉપર કબજાની મહેચ્છા પુરી કરનારી બની છે ચીન અત્યારે ભારત સામે ઘુરકિયાં કરીને ભૂતકાળની પરિસ્થિતિઓ યાદ કરીને કોલર ચલાવી રહી છે પરંતુ ભારત તેની કારી ફાવવાનહિ દે ભારત અને ચીનના સંબંધોમાં અત્યારે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે તેમાં બે મત નથી પરંતુ ચીન જે રીતે તેના સામ્રાજ્ય વાદ નિ લાહ્ય માં સીમાવર્તી પડોશીઓ સા થે કૂટનીતિ ભર્યા ખેલ કરી રહ્યું છે એવું ભારતસાથે નહીં ચાલે તે ચિન ને આજે નહીં તો આવતીકાલે સમજવું જ પડશે
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?