ગેરરીતી આચરનાર અધિકારીઓ સામે પગલાં ભરવા સરકારમાં રજૂઆત કરવાની સરપંચની ખાત્રી
જોડિયા તાલુકાના રણજીતપર ગામ માંથી જૂનીઆજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન-જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવે જેને ઉદ્દેશીને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઈકો વિલેજ પ્રોજેક્ટ દ્વારા વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ ની ગ્રાન્ટ ફાળવી કરી અંદાજે રૂપિયા ૫૬ લાખ ફાળવવામાં આવેલ હતા.કોરોના વાયરસ ની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું નહોતું ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ ચાર માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા માત્ર ચાર માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં તણાઈ ચૂક્યો હતો જેને લઇને સ્થાનિક ખેડૂતોની જમીનને ખુબજ નુકસાન પહોંચ્યું છે. આ કોઝવે બાંધવાથી ખેડૂતોને આશા હતી કે પોતાની જમીન સુરક્ષિત અને સામા કાંઠે આવન-જાવન માટે થઈને સહેલાઈ રહેશે. પરંતુ ચાર જ માસમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો.સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અધિકારીઓની બેદરકારી અને અણ સમજણના કારણે અમારા જમીનોનું નુકસાન થયું છે જે કોઝવે ની ડિઝાઇન બનાવવા માં આવી તે સમયે સ્થાનિક સરપંચ, સભ્યો, કે ગામના ખેડૂતોની રજૂઆતો કે સૂચનો સાંભળ્યા વગર અધિકારીઓએ પોતાની મનમાની થી ઓફિસોમાં બેસીને આ કોઝવે ની ખોટી ડિઝાઇનો બનાવી ને નિયમોને અવગણીને ઘનશ્યામ ક્ધટ્રકશન નો સંચાલક પરેશ પટેલ દ્વારા કોઝવે બનાવી નાખવામાં આવેલ જેથી હાલ ભારે વરસાદના કારણે અંદાજે રૂપિયા ૫૬ લાખ ખર્ચનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.