ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણીની અપીલ
દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ દ્વારા તા.૧૪/૯ થી તા.૧૯/૯ દરમિયાન શહેરના તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી ‘સેવા સપ્તાહ’ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે નરેન્દ્રભાઈના જીવનકવન, જીવનયાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત વર્ચ્યુઅલ સંમેલન આજે તા.૧૮/૯ના સાંજે ૭ કલાકે યોજાનાર છે. આ વર્ચ્યુઅલ સંમેલનમાં પ્રદેા ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા માર્ગદર્શન આપશે. તેમજ આ વર્ચ્યુઅલ સંમેલન લોકડાઉન દરમિયાન રાજકોટ શહેર ભાજપ દ્વારા કરેલા વિવિધ રાહત કાર્યોની ઈ-બુકનું લોન્ચીંગ કરવામાં આવશે. તો શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આ વર્ચ્યુઅલ સંમેલનમાં જોડાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કરેલ છે.