હોસ્પિટલે દોડી જતાં કલેકટર, કમિશનર અને ડી.ડી.ઓ.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે મંગળવારે ઓક્સિજનના બાટલાની અછત સહિતની વિવિધ ફરિયાદો અને મીડિયા સમક્ષ સામાજિક કાર્યકરો દ્વારા મોતના આંકડા છુપાવ્યાના આક્ષેપો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, અને ગઇકાલે જિલ્લા સમાહર્તા સહિત જૂનાગઢ મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ જૂનાગઢની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ગઇકાલે જુનાગઢ જિલ્લાના સમાહર્તા ડો. સૌરભ પારધી, મનપા કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સહિતના અધિકારીઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના અધિકારીઓને સાથે રાખી વિવિધ બાબતોની માહિતી મેળવી, ચર્ચા વિચારણા કરી હતી.

જો કે, મોતના મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનું જે રજીસ્ટર ગઈ કાલે મીડિયા સમક્ષ આવેલ છે તે રજીસ્ટર જુનાગઢ હોસ્પિટલમાં થયેલા તમામ મૃત્યુની નોંધનું રજીસ્ટર છે, વાસ્તવમાં એટલા મોત થયેલ નથી. જો કે, સામાજિક અગ્રણીઓ જણાવી રહ્યા છે કે, જે રજીસ્ટર મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવેલ છે તે રજીસ્ટર ઉપર કોરોના મૃત્યુ રજીસ્ટર એવું સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.