જસદણ અને જેતપુરના આયોજિત કાર્યક્રમમાં લાભાર્થી ગ્રુપને યોજનાકીય સહાયના ચેક અપાશે
અટલ બિહારી ઓડિટોરીયમાં લાઈવ પ્રોગ્રામ: મંત્રી આર. સી. ફળદુ રહેશે ઉપસ્થિત
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” શરૂ કરવામાં આવનાર છે. આ યોજનાનું આવતી કાલે તા. ૧૭-૯-૨૦૨૦ના રોજ ગુરૂવારે બપોરે ૩.૩૦ વાગ્યે રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઈ-લોન્ચિંગ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના આ ઈ-લોન્ચિંગ કાર્યક્રમનો રાજકોટ ખાતેનો લાઈવ પ્રોગ્રામ પેડક રોડ પર સ્થિત અટલ બિહારી ઓડિટોરિયમ ખાતે યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના માન. મંત્રી આર.સી.ફળદુ તેમજ મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ ઉપસ્થિત રહેશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને મનપાની શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટની યોજનાઓની સમિતિના ચેરમેન રૂપાબેન શીલુની સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને મનપાની શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટની યોજનાઓની સમિતિના ચેરમેન રૂપાબેન શીલુએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોને આર્થિક રીતે વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવનાર આ યોજના ખૂબ જ સરાહનીય છે. મહિલા જૂથને ૧ લાખ રૂપિયાનું લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવાના યોજનાના ભાગરૂપે રાજ્ય સરકારએ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે.
રાજય સરકાર દ્વારા મહિલાઓને સક્ષમ બનાવવા માટે અવનવા અવસરો અમલમાં મુકવવામાં આવે છે. જેવા કે નારી શક્તિ, મહિલા સશક્તિકરણ, નારી સંવાદ જેવા, તેવી જ રીતે મહિલાઓને વ્યક્તિગત અને સહભાગી ઉધ્યમિતાની સ્થાપના, મજબુતીકરણ અને સશક્તિકરણ દ્વારા મહિલાઓને આર્થીક અને સામાજીક વિકાસના મજબુત પાયા પર મહિલાઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. માન. પ્રધાનમંત્રીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચીંગ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાત રાજ્યની મહીલાઑને માન. મુખ્યમંત્રી ભેટ આપવા જઇ રહ્યા છે.
કોવિડ-૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યનાં અર્થતંત્રને પુન:વેગવંતુ કરવા માટે ગુજરાત સરકાર સ્વારા આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. જેમા આ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧ (એક) લાખ જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપ (JLESC) ની રચના કરી તેમા આશરે ૧૦ (દશ) લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાવલંબી / આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનાના સકારક અમલીકરણ, સમીક્ષા અને માર્ગદર્શન માટે રાજય કક્ષાએ સંચાલક મંડળ (Governing Body)ની રચના કરવામાં આવેલ છે. અને જીલ્લા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ મહિલાઓને જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપ (JLESC)મા જોડાવી જુથ રચના કરવામાં આવશે. જેમા સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થઓ મારફત જુથોને રકમ રૂ, ૧ (એક) લાખ સુધીની લોન સહાય આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા મહિલાઓને સક્ષમ બનાવવા માટે અવનવા અવસરો અમલમાં મુકવવામાં આવે છે. જેવા કે નારી શક્તિ, મહિલા સશક્તિકરણ, નારી સંવાદ જેવા, તેવી જ રીતે મહિલાઓને વ્યક્તિગત અને સહભાગી ઉધ્યમિતાની સ્થાપના, મજબુતીકરણ અને સ્થિરીકરણ દ્વારા મહિલાઓ અને યુવાનોના આર્થીક અને સામાજીક વિકાસના મજબુત પાયા પર શહેરી વિસ્તારની મહિલાઓ અને યુવાનોને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. કોવિડ-૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યનાં અર્થતંત્રને પુન:વેગવંતુ કરવા માટે ગુજરાત સરકાર સ્વારા આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. જેમા આ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
કોરોના મહામારી બાદ મહિલાઓ પોતાના ઘર પરિવારનો આર્થિક આધાર બની શકે તથા કોરોના પછીની બદલાયેલી સામાજીક-આર્થિક નવી જીવનશૈલીમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેવી રાજ્ય સરકારએ નેમ રાખેલી છે.
આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર એમ કુલ ૧ લાખ જોઇન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરાશે. આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલાઓને સહભાગી બનાવીને કુલ ૧૦ લાખ બહેનોને કુલ રૂ.૧ હજાર કરોડ સુધીનું ધિરાણ આ યોજના હેઠળ તબક્કાવાર આપવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન છે.