ર૪ કલાકમાં સેના દ્વારા પણ ત્રણ મળી કુલ પાંચ આતંકી ઠાર: એક નાગરિકનું પણ મોત

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ફલગામમાં બુધવારે અડધી રાત્રે હુમલો કરવામા આવ્યા બાદ ભારતીય સેનાએ કાફલા સાથે ત્રાટકી વળતો જવાબ આપ્યો હતો. અને બે આતંકી ઠાર મરાયા હતા. જેમાં સેનાના મેજર સહીત બે જવાન શહીર થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્ીને સ્વીકારી હતી. આજે પણ સેના દ્વારા અનંતનાગમાં વધુ એક હિઝબુલના આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ઘુસણખોર આતંકીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સામ-સામા ગોળીબારમાં બે આતંકીઓ સેના દ્વારા ઠાર મરાયા હતા. સેનાના મેજર કમલેશ સહિત બે જવાનો શહીદ થયા હતા. આન આતંકીઓની ઓળખવિધી થાય તે પહેલા જ હિઝબુલ દ્વારા જવાબદારી સ્વીકારવાના સમાચાર મળ્યા હતા. આજે ફરીથી એક આતંકવાદીને અથડામણમાં ઠાર મારવામાં આવ્યો હતો. તેની ઓળખ કરતા તે પણ હિઝબુલનો હોવાનું માલુમ પડયું હતું તેમજ તેનું નામ ‘યાવર’ હોવાનું બહાર આવ્યું છે. એક નાગરીકનું પણ હુમલામાં મોત થયું હતું. આ સાથે જ સેના દ્વારા ર૪ કલાકમાં ત્રણ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. જે ત્રણેય હિઝબુલ ના જ છે. આ અગાઉ આ અઠવાડીયામાં લશ્કર-એ.તૈયબાના બે આતંકી ઠાર મારવામાં સેનાને સફળતા મળી હતી. સેના દ્વારા આતંકીઓને મારવા માટે સર્ચ ઓપરેશન ચાલુ જ રાખવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં સેના દ્વારા ૧૨૦ આતંકીઓને અથડામણમા ઠાર મારવામાં આવ્યા છે.હજુ તાજેતરમાં જ કાકાપોરા વિસ્તારમાં આતંકી કૃત્ય માટે જવાબદાર લશ્કરના કમાન્ડ અબુદુજાનાને ઠાર માર્યા બાદ સેના દ્વારા ખાસ આતંકીઓની સુચીને ઘ્યાને લઇને સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યુૅં છે. હજુ પણ ગોળીબાર યથાવત છે ત્યારે હજુ પણ વધુ આતંકી સેના દ્વારા ઠાર મરાશે તેમ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.