યોજના હેઠળ શહેરી વિસ્તારનાં ફેરીયાઓને રૂ.૧૦ હજાર સુધીની વર્કિંગ કેપીટલ મળશે: અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોન મંજુર
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને આજીવિકાનાં હેતુસર આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા કોવિડ-૧૯ થી અસરગ્રસ્ત શહેરી ફેરીયાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન આપવા માટે ભારત સરકાર દ્વારા પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ શહેરી ફેરીયાઓને બેંક દ્વારા રૂા.૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. આ યોજનાનો રાજકોટ શહેરના તમામ ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના તમામ હોકર્સ ઝોન શહેરના તમામ રાજમાર્ગો ઉપર છુટા છવાયા ફેરી કરતા તમામ ફેરિયાઓનો સંપર્ક કરવામાં આવે છે.
આ ઉપરાંત આ યોજનાના અસરકારક અમલીકરણ અને ફેરિયાઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર નીચે દર્શાવેલ ફેરીયોના રહેઠાણ તેમજ હોકર્સ ઝોન તથા જાહેરમાર્ગો ઉપર જરૂરી પ્રચાર પ્રસાર કરી અત્યાર સુધીમાં નીચેની વિગતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથો સાથ આ લોન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી હોય દરેક ફેરિયાઓનાં આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી હોય કેમ્પના સ્થળે આધાર કાર્ડની કીટ પણ ઉપલબ્ધ કરાવી સ્થળ ઉપર જ આધાર સબંધિત પ્રક્રિયા પૂર્ણ થાય તેપ્રકારની કામગીરી કરવામાં આવે છે.શહેરી ફેરીયાઓને સરળતાથી વધુને વધુ લાભ મળે અને સમગ્ર રાજકોટ શહેરનાં ફેરિયાઓ આ યોજનામાં જોડાય તે માટે કરવામાં આવેલ છે. ઉપરાંત બેંકો તરફથી વધુને વધુ લોન અરજીઓ મંજુર થાય તે દિશામાં તમામ બેંકર્સની મીટીંગ પણ દર અઠવાડિયે માન.
કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબના માર્ગદર્શનથી નાયબ કમિશનર સી.કે. નંદાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવે છે. વિશેષમાં આ યોજના અંતર્ગત અંદાજીત ૨૭૦૦ થી વધુ ફેરિયાઓએ લોન ફોર્મ ભરેલ છે. અને ૫૦૦ થી વધુ લોન અરજીઓ મંજુર પણ કરવામાં આવેલ હોય, આ કેમ્પનો લાભ વધુને વધુ શહેરી ફેરિયાઓને લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા રૂમ નં.૯ ઢેબર રોડ ખાતેથી મળી શકશે. તદુપરાંત આ કામગીરી માટે પ્રોજેક્ટ શાખા દ્વારા દરેક શેરી ફેરિયાનો સંપર્ક પણ કરવામાં આવતો હોય, શેરી ફેરિયાઓએ આધારકાર્ડ ચુંટણી કાર્ડ, બેંક પાસબુકની નકલ તથા જે શેરી ફેરિયા પાસે ફેરિયાનું રજીસ્ટ્રેશન કાર્ડ તથા સર્ટીફીકેટ સાથે રાખવા નોંધ લેશો.