માસુમ વિદ્યાર્થીના નગ્ન ફોટા પાડી રૂ.૧૨ હજારની ખંડણી પડાવવામાં સંડોવાયેલા ચોટીલાના સુત્રધારે ત્રણ સગીરા પાસેથી રૂપિયા પડાવ્યા હતા
શહેરમાં રહેતી અને સ્કુલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની માસુમ બાળકીના નગ્ન ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી રૂા.૧૨ હજારની ખંડણી વસુલવાના ગુનામાં જેલહવાલે રહેતા બે શખ્સોની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે.
વધુ વિગત મુજબ સોશિયલ મીડીયાનો અતિરેકથી વાલીઓએ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરમાં રહેતી અને સ્કુલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની માસુમ વિદ્યાર્થી સાથે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનેલા બાદ ફોટાઓની આપલે થયેલી બાદ માસુમ વિદ્યાર્થીઓ હવસખોરો તાબે ન થતા નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂા.૧૨ હજારની ખંડણી વસુલવાની માંગ કરતા ભોગ બનનારના વાલીઓને સાયબર ક્રાઈમ પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ દ્વારા છટકુ ગોઠવી ચોટીલાનો યશ ઉર્ફે ટીનુ ભુપેન્દ્ર બાંભીણયા વતી મીહીર કાસુન્દ્રા નામનો શખ્સ ખંડણીની રકમ લેવા જતા પોલીસે આબાદ ઝડપી લીધા હતા. આ બનાવમાં પોલીસે બન્નેની ધરપકડ કરી પ્રાથમીક પુછપરછમાં મુખ્ય સુત્રધાર યશ બાંભણીયા ત્રણેક સગીરાઓના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રકમ ઉઘરાવ્યાનુ સામે આવ્યું હતુ. હાલ જેલહવાલે રહેલા બન્ને શખ્સોએ જામીન પર છુટવા કરેલી અરજીમાં બન્ને પક્ષોની ધારદાર રજુઆત બાદ સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા દ્વારા કરવામાં આવેલી તર્કબઘ્ધ દલીલોમાં આવા ગુનાને હળવાશથી લેવામાં આવશે તો સમાજમાં દુષણનુ પ્રમાણ વધશે અને આરોપીઓ જામીન પર છુટશે તો માનસીક તનાવને હીસાબે ભરણતર અને કારકીદર્ી પર ગંભીર અસર પડશે. બ્લેકમેઈલીંગના કારણે સગીર બાળાઓ ખોટા રસ્તે ચડી જશે જેનુ ગંભીર પરીણામ પરીવાર અને સમાજને ભોગવવું પડશે આવી દલીલો ઘ્યાને લઈ ન્યાયધીશે યશ બાંભણીયા અને મીહીર કાસુન્દ્રાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.